PIB Headquarters

ઈપીએફઓ દ્વારા ‘નિધિ આપકે નિકટ’ કાર્યક્રમનું આયોજન

Posted On: 09 MAR 2020 3:51PM by PIB Ahmedabad

અમદાવાદ, તા. 9 માર્ચ, 2020

 ‘નિધિ આપકે નિકટ’ કાર્યક્રમમાં કર્મચારી અને નિયુક્તિ અધિકારીઓને પ્રોવેડિન્ટ ફંડ અંગે પડતી મુશ્કેલીઓ, કર્મચારીઓ અને એમ્પ્લોયરને ફરિયાદોના નિવારણ ઉપરાંત ઈપીએફઓને અસર કરતા વિવિધ મુદ્દાઓ અંગે તેમના સૂચનો ઉપરાંત નવી પહેલો સંબંધિત માહિતી તેમજ કર્મચારી અને અધિકારીઓની જવાબદારી માટે જાગૃતિ ફેલાવવા તેમજ કર્મચારીઓ અને નિયુક્તિ અધિકારીઓની ફરિયાદોની સંખ્યામાં ઘટાડો લાવવા માહિતી આપવામાં આવે છે.

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘નિધિ આપકે નિકટ’ કાર્યક્રમનું અવાર નવાર આયોજન કરવામાં આવે છે.

જેના અનુસંધાને ઈપીએફઓની પ્રાદેશિક કચેરી અમદાવાદ દ્વારા ઈપીએફઓના તમામ કર્મચારીઓ અને નિયુક્ત અધિકારીઓના પ્રશ્નોનું નિરાકરણ તેમજ નવી પહેલો અંગેની માહિતી માટે તા. 11-03-2020ના રોજ સવારે 11.00 કલાકે મેસર્સ મેસર્સ સિગ્નેટ ઈન્ફોટેક પ્રા. લિ., દિનેશ હોલ, બીજે માળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજનાર ‘નિધિ આપકે નિકટ’માં ભાગ લેવા જણાવાયું છે.

ઈપીએફઓ દ્વારા તમામ કર્મચારી અને નિયુક્તિ અધિકારીઓને તેમની ફરિયાદો અંગે જરૂરી દસ્તાવેજો સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે છે.

 

DK/SD/GP/DS



(Release ID: 1605791) Visitor Counter : 125