PIB Headquarters
IAF દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
પોસ્ટેડ ઓન:
02 MAR 2020 9:01PM by PIB Ahmedabad

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના પ્રમુખ શ્રીમતી નિર્મલા ઘોટિયાના નેતૃત્વમાં 49 સંગીનીઓની ટીમે અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે યોજાયેલી પિન્કેથોન 2020માં ભાગ લીધો હતો. પોલાદી મનોબળ ધરાવતી આ મહિલાઓએ ભારતીય વાયુસેનાની ‘શક્તિ’ અને તેમના ‘ક્યારેય ન ઝુકવું’નો અભિગમ દર્શાવ્યો હતો. એક સંગીની (વાયુસેનાના યોદ્ધાના પત્નિ)એ કહ્યું હતું કે, હું ક્યારેય ઝુકીશ નહીં, હું ક્યારેય છોડીશ નહીં, હું મારી જાતને આગળ વધારીશ અને મારી પીડાઓને જીવનભરની ખુશીઓમાં પરિવર્તિત કરીશ. AFWWA (R)ના પ્રમુખની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ, વાયુ સંગીનીઓએ તમામ શ્રેણીમાં ભાગ લીધો હતો જેમાં પ્રમુખે પોતે પણ સૌથી આગળ રહીને ભાગ લીધો હતો. SWACના હેડક્વાર્ટર દ્વારા ફીટ ઇન્ડિયા ચળવળ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને વાયુસેનાના યોદ્ધાઓ અને તેમના પરિવારજનોની તંદુરસ્તી માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. અવિરત પ્રેક્ટિસ દ્વારા હસતા ચહેરાઓ સાથે વિપુલ સંખ્યામાં સહભાગીતા શક્ય બની હતી અને આવા કાર્યક્રમો ખરા અર્થમાં તેમના સ્વાસ્થ્યને ગુલાબી રાખે છે. આ આનંદપૂર્ણ સંગીનીઓએ કહ્યું હતું કે, ‘સ્વસ્થ રહો, ગુલાબી રહો’.
(રીલીઝ આઈડી: 1604923)
મુલાકાતી સંખ્યા : 133