રસાયણ અને ખાતર મંત્રાલય
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચના નવા ઇક્યુબેશન સેન્ટરનું કેન્દ્રીય રસાયણ અને ખાતર (સ્વતંત્ર પ્રભાર) રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ઉદ્દઘાટન કર્યુ
“પરફોર્મ કરવું હોય તો રીફોર્મ પર વિશ્વાસ કરવો પડશે” - શ્રી મનસુખ માંડવિયા
Posted On:
15 FEB 2020 5:24PM by PIB Ahmedabad
આજે કેન્દ્રીય શિપિંગ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ઇક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે નાઈપરની ફેકલ્ટી તેમજ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
સમગ્ર વિશ્વમાં ફાર્મા ક્ષેત્રે ભારત અગ્રણી છે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોમાં ભારત વિશ્વના 10 દેશોમાં સામેલ છે અને એમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રણી છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ અમદાવાદની શરૂઆત ત્રણ વિશેષતા પર બાયોટેકનોલોજી નેચરલ પ્રોડક્શન અને ફાર્માસ્યુટિકસ સાથે કરવામાં આવી હતી, નાઈપર શિક્ષણ સંશોધન અને ઉદ્યોગ સાહસિક પ્રશિક્ષણમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત કેન્દ્ર બનવાનું ધ્યેય રાખે છે.
નાઇપર ખાતે ઇક્યુબેશન સેન્ટરનું ઉદઘાટન કરતા મંત્રી શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે “અમદાવાદ નાઇપરની ફેકલ્ટી યુવા તેમજ અનુભવી છે ઘણા સભ્યો તો વિદેશમાં પણ કામ કરીને આવ્યા છે તે આનંદની બાબત છે, હવે આપણે કહી શકીએ છીએ કે, દુનિયાના કોઈ પણ દેશમાં સંશોધનકાર્ય થતું હશે તેમાં ભારતીયો અગ્રેસર છે.”
શ્રી મનસુખભાઇએ ફેકલ્ટી સાથે ચર્ચા કરી તેમની પાસેથી અમદાવાદ નાઈપરમાં ચાલી રહેલા નવા સંશોધનકાર્યો પર જાણકારી મેળવી હતી. જુદી-જુદી ફેકલ્ટીએ નાઇપર દ્વારા કેન્સર ડાયાબિટીસ તેમજ ગરમીમાં સુકાઈ જતી આંખો માટેની દવાના રિસર્ચ અંગેની જાણકારી આપી હતી. નવા શરૂ કરાએલુ આ સ્ટાર્ટઅપ સેન્ટર 3300 ચો.ફીમાં ફેલાયેલુ છે, જેમાં લેબોરેટરી અને ક્લાસરૂમ છે. અહીં સંશોધક વિદ્યાર્થીઓ ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઈસના સ્ટાર્ટ અપ માટે નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે સાથે ફાર્માસ્યુટિકલના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ અંગેની જાણકારી આપવામાં આવશે MBA FARMAનો નવો કોર્સ પણ આ સેન્ટરમાં શરૂ કરવામાં આવશે.
શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોઈ પણ વિકસિત દેશ નવા ઇનોવેશન પર ધ્યાન આપી શકતો નથી કારણ કે તેની જરૂરિયાત નથી પરંતુ ભારત યુવાનોનો દેશ છે અને વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે નવા સંશોધનો જરૂરી બન્યા છે આપણા દેશમાં પારદર્શી લોકશાહી છે. દેશમાં મેન પાવર અને સ્કિલ પાવરને કારણે જ વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે પરફોર્મ કરવું હોય તો રીફોર્મ પર વિશ્વાસ કરવો પડશે.
આ પ્રસંગે નાઇપરના નિદેશક પ્રા. કિરણ કાલિયા સહિત ગણમાન્ય વ્યકતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
DS/JB
(Release ID: 1603322)
Visitor Counter : 107