વહાણવટા મંત્રાલય

અર્થ-ગંગા અંતર્ગત ગંગા નદીના કાંઠે વ્યાપારિક પ્રવૃ્તિઓનું સુનિયોજન કરવામાં આવશે


નવા જળમાર્ગો વિકસાવવાથી ઇકોસિસ્ટમ અને નદી કાંઠાના વિસ્તારો બંને પર મોટી અસર પડી છે

શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ મંત્રના અમલીકરણ સાથે ખાસ કરીને આંતરિક જળમાર્ગોના વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હોવાથી ગંગામાં માલવાહક જહાજોની સંખ્યામાં ચાર ગણો વધારો થશે

Posted On: 13 FEB 2020 6:06PM by PIB Ahmedabad

અર્થ-ગંગા પરિયોજનાથી આર્થિક વિકાસને વેગ મળશે તેમજ ખેડૂતો, નાના વેપારીઓ અને ગામવાસીઓનો સહિયારો વિકાસ થશે

 

કેન્દ્રીય જહાજ (સ્વતંત્ર પ્રભાર), રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આંતરિક જળમાર્ગો "અર્થ ગંગાપરિયોજના માટે મહત્વપૂર્ણ આધારસ્તંભોમાંથી એક છે અને તેના પરિણામરૂપે સૌનો સહિયારો વિકાસ થશે તેમજ રાષ્ટ્રીય જળમાર્ગોના વિસ્તરણમાં સંખ્યાબંધ રોજગારીની તકોનું નિર્માણ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવશે.

 

પત્રકારોને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, “ભારતની લગભગ અડધી વસ્તી ગંગા નદીના કાંઠા વિસ્તારોમાં વસે છે જેમાંથી લગભગ 1/5મા ભાગના માલવહનનું કામ થાય છે અને 1/3 પ્રવૃત્તિઓ ગંગાના પટ્ટાની આસપાસના રાજ્યોમાં સમાપ્ત થાય છે.”

છેલ્લા કેટલાક વર્ષમાં જહાજ મંત્રાલય દ્વારા કેટલીક પહેલ કરવામાં આવી છે જેના પરિણામે આંતરિક જહાજોની સંખ્યા 3થી વધીને 9, કાર્ગોમાં 30,00,000 મેટ્રિક ટનથી 70,00,000 મેટ્રિક ટન અને જહાજોનો ધસારો 300થી 700 થયો છે જે નોંધપાત્ર વધારો છે.

બનારસથી હલ્દીયા સુધીના 1400 કિમી લાંબા રાષ્ટ્રીય જળમાર્ગ -1માં જહાજ મંત્રાલય દ્વારા નાની જેટ્ટી (તરાપા)ના વિકાસ જેવી સંખ્યાબંધ પ્રવૃત્તિઓ નાના સમુદાયો અને ખાસ કરીને નાના ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય લોકોના વિકાસ માટે હાથ ધરવામાં આવી છે. આના કારણે ખેડૂતોને તેમના માલસામાનનું પરિવહન કરવાનું સરળ થઇ જવાથી તેમજ ખર્ચમાં ઘટાડો થવાથી બહેતર વળતર મળશે. તેનાથી 'ઇઝ ઓફ લિવિંગઅને 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો આવશે.

ભારતીય આંતરિક જળમાર્ગ સત્તામંડળ (IWAI) દ્વારા માલસામાન/ચીજવસ્તુઓના ઓછા ખર્ચે પરિવહન માટે નાની જેટ્ટી (તરાપા) અને દસ (10) રો-રો વાહનો તૈયાર કરવામાં આવી રહ્યા છે જેની વિગતો નીચે આપેલી છે:

 

આ સંબંધોન દરમિયાન મંત્રી શ્રી માંડવિયાએ એવું પણ જણાવ્યું હતું કે, જહાજ મંત્રાલય દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે વારાણસીમાં (ઉત્તરપ્રદેશ) નૂર ગ્રામ અને સાહિબબાગ (ઝારખંડ) ખાતે ઔદ્યોગિક ક્લસ્ટર-કમ-લોજિસ્ટિક પાર્કનો વિકાસ થઇ રહ્યો છે જેનો ઉદ્દેશ્ય આંતરિક જળમાર્ગો સાથે તાલમેલ બનાવવાનો છે. આનાથી વિપુલ પ્રમાણમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે અને ખાસ કરીને આ વિસ્તારમાં અર્થતંત્રને વેગ મળશે.

શ્રી માંડવિયાએ ઉમેર્યું હતું કે, ભારતે એક રાષ્ટ્ર તરીકે હંમેશા નેપાળને તેના આર્થિક પરિવર્તનમાં સહકાર આપ્યો છે. રાષ્ટ્રીય જળમાર્ગ -1 નેપાળ સાથે ત્રિકોણીય રીતે એટલે કે, વારાણસીથી નૌતનવા (280 કિમી), કૌઘાટથી રક્સૌલ (204 કિમી) અને સાહિબબાગથી બિરાટનગર (233 કિમી) જોડાણમાં મુખ્ય માર્ગ બની રહેશે. અગાઉ નેપાળ માલવાહક જહાજોના પરિવહન માટે કોલકાતા અને વિશાખાપટ્ટનમ બંદરોથી જોડાયેલું હતું. હવે, આંતરિક જળમાર્ગો, ખાસ કરીને NW-1થી ભારત સરકાર અને નેપાળની સરકાર વચ્ચે થયેલી માલવાહજ જહાજોની સંધિ અંતર્ગત જહાજોનું પરિવહન શક્ય બનશે. તેનાથી લોજિસ્ટક ખર્ચ ઘટશે અને કોલકાતા બંદર પર ભીડમાં ઘટાડો થશે.

SD/GP/DS



(Release ID: 1603177) Visitor Counter : 198


Read this release in: English , Bengali