પ્રવાસન મંત્રાલય

ગુજરાતમાં કચ્છના રણ ખાતે 13 અને 14 ફેબ્રુઆરીના રોજ પર્યટન અને સાંસ્કૃતિક મંત્રાલય અને ગુજરાત સરકારના સહયોગથી બે દિવસીય ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને સામુહિક સહભાગીતા અંગે બેઠકનું આયોજન કરવામાં આવશે.

Posted On: 11 FEB 2020 5:57PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી, 2020

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તેમજ ભારત સરકારના પર્યટન અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલ (સ્વતંત્ર હવાલો) દ્વારા 13 ફેબ્રુઆરી 2020ના રોજ આ કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવશે. પર્યટન ક્ષેત્રમાં ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને સામુદાયિક સહભાગીતાના મહત્વ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, પર્યટન ઉદ્યોગ, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગસાહસિકો વગેરે દ્વારા વક્તવ્ય આપવામાં આવશે અને વિવિધ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ ક્ષેત્ર સંબંધિત શ્રેષ્ઠ રીતભાતો/ કેસ સ્ટડી રજૂ કરવામાં આવશે. આ બેઠકના કારણે આવી પહેલની પરિકલ્પના અને માળખુ, અભિગમ, તેના અમલમાં આવતા પડકારો અને સમાજ તેમજ એકંદરે અર્થતંત્ર પર તેના પ્રભાવને સમજવામાં મદદ મળશે.

 

સ્થાનિક લોકોમાં રોજગારી વધારવા માટે સમજદારીપૂર્ણ આતિથ્ય ઉદ્યોગ અને આંતર-સાંસ્કૃતિક શિક્ષણ વિનિમય માટે જરૂરી કૌશલ્યો પૂરા પાડીને સ્થાનિક સમુદાયને થનારા લાભો પર આ બેઠકમાં પ્રકાશ પાડવામાં આવશે. સમુદાયોને વિકાસની પહેલ તરફ દોરીને તેમને સોશિયો- ઇકોનોમિક લાભો આપી શકાય છે. કુદરતી સંસાધનો અને માનવનિર્મિત ચીજો સાથે ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અંગે આ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવશે.

 

આ કાર્યક્રમથી ટકાઉક્ષમ ડેસ્ટિનેશન હાંસલ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે રચનાત્મક ચર્ચાઓ અને સહયોગને પ્રોત્સાહન આપવાનો તેનો મૂળ ઉદ્દેશ્ય છે. ભલામણો અને ચર્ચાઓના આધારે, અભિગમ લાભો, પડકારો, ભલામણો, કેસ સ્ટડીના દસ્તાવેજીકરણ માટે તેમજ નીતિ ઘડવા માટે તેમજ હિતધારકોને ભાવિ સંદર્ભ મળે તે માટે આગળનો સૂચિત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.

 

SD/GP/DS



(Release ID: 1602823) Visitor Counter : 189


Read this release in: English