PIB Headquarters

પોસ્ટ વિભાગ દ્વારા પ્રસિદ્ધ એક મહત્વપૂર્ણ સૂચના

Posted On: 04 FEB 2020 5:43PM by PIB Ahmedabad

અમદાવાદ, તા. 4 ફેબ્રુઆરી, 2020

ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ અને બેંકોમાં પડેલી થાપણદારોના દાવેદારી નાણાંના સંચાલન માટેના નિયમો (વરિષ્ઠ નાગરિક કલ્યાણ ભંડોળ નિયમો, 2016) જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો મુજબ, આવા ખાતાઓની વિગતો કે જેમાં રકમ દાવા વગરની છે. (10 વર્ષથી વધુ સમય માટે નિષ્ક્રિય અથવા અસંચાલિત એકાઉન્ટ્સ) જાહેરમાં સૂચિત કરવામાં આવશે. તદનુસાર પોસ્ટ વિભાગે આવા ખાતાઓની વિગતો (www.indiapost.gov.in) પર પ્રકાશિત કરી છે. પોસ્ટ ઓફિસોને ઓફિસ નોટીસબોર્ડ પર સૂચિ પ્રકાશિત કરવા અને અન્ય માધ્યમથી પણ વ્યાપક પ્રચાર આપવા જણાવાયું છે.

તમામ સંબંધિતોને તેમની દાવેદારી રકમનો દાવો કરવા માટે ઇન્ડિયા પોસ્ટ વેબસાઈટ અથવા સંબંધિત પોસ્ટ ઓફિસના નોટિસ બોર્ડ પર પ્રકાશિત ખાતાના નંબરોની તપાસ માટે જાણ કરવામાં આવે છે. વધુ વિગત માટે લોકલ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો. એમ પોસ્ટ વિભાગ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

DK/GP/RP



(Release ID: 1601896) Visitor Counter : 178