સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

નોવલ કોરોના વાયરસ અંગે મુખ્ય સચિવે ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠક યોજી


15 જાન્યુઆરી પછી ચીનથી આવેલા તમામ મુસાફરોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાશે

Posted On: 30 JAN 2020 6:43PM by PIB Ahmedabad

નોવલ કોરોના વાયરસનો સામનો કરવા માટેની તૈયારીઓ અંગે નિયમિત રીતે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી, કેબિનેટ સચિવ અને આરોગ્ય સચિવ ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠકો યોજતા રહે છે.

કેબિનેટ સચિવે અત્યાર સુધીમાં ચાર સમીક્ષા બેઠકો યોજી છે. આજે તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ,, વિદેશ વિભાગ, સંરક્ષણ, ગૃહ વિભાગ, નાગરિક ઉડ્ડયન, માહિતી અને પ્રસારણ, શ્રમ અને રોજગાર તથા શિપિંગ મંત્રાલય સહિત સંબંધિત મંત્રાલયો સાથે વાયરસનો સામનો કરવા અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

કેબિનેટ સચિવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે એક વિડીયો કોન્ફરન્સ પણ યોજી હતી.

આજની બેઠકના પગલે કેબિનેટ સેક્રેટરીએ સંખ્યાબંધ નવા કદમ ઉઠાવ્યા છેઃ

 • 15 જાન્યુઆરી, 2020 પછી જે કોઈ લોકો ચીનથી આવ્યા હશે તેમનો ટેસ્ટ કરવામાં આવશે, કારણ કે વાયરસનો ઈન્ક્યુબેશન ગાળો હોય છે.
 • કેબિનેટ સચિવે ભારપૂર્વક જણાવ્યું છે કે જે કોઈ લોકો ચીનથી પરત આવ્યા છે તેમને 14 દિવસ ઘરમાં અલાયદા રાખવામાં આવે.
 • લેબોરેટરીની સુવિધા પૂરી પાડવાનો પણ નિર્ણય કરાયો છે.
 • આજથી 6 નવી લેબ કામ કરતી થઈ જશે, જેમાં (1) એનઆઈવી, બેંગાલોર એકમ (2) વિક્ટોરિયા હોસ્પિટલ સંકુલ, કેઆર રોડ, ફોર્ટ, બેંગાલોર (3) એઈમ્સ, નવી દિલ્હી (4) એનસીડીસી, દિલ્હી (5) કસ્તુરબા ચેપી રોગોની હોસ્પિટલ, મુંબઈ (6) એનઆઈવી, કેરળ એકમ.
 • 31 જાન્યુઆરી, 2020થી 6 નવી લેબોરેટરી કામ કરતી થઈ જશે, જેમાં (1) આઈસીએમઆર- એનઆઈસીડી, કોલકતા (2) જીએમસી, સિકંદરાબાદ (3) કેજીએમયુ, લખનૌ (4) એસએમએસ, જયપુર (5) આઈજીજીએમસી, નાગપુર (6) કેઆઈપીએમઆર, ચેન્નાઈ
 • ડીજીએચએસ દ્વારા દર્દીઓ માટે ડિસ્ચાર્જ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી પણ પૂરી પાડવામાં આવી છે.
 • નેપાળની સરહદે આવેલા ગામોમાં નોવલ કોરોના વાયરસની બહેતર ચકાસણી માટે સંબંધિત પ્રવાસન મથકોએ ચેક-પોસ્ટ ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રોગનાં લક્ષણો, સાવચેતીઓ અને રાજ્ય સરકારોએ વાયરસ- નોવલ કોરોના વાયરસ અટકાવવા તથા તેના વ્યવસ્થાપન માટે તેમજ લોકોને વધુ જાગૃત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે.
 • રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવી છે કે તે કન્ટ્રોલ રૂમ શરૂ કરે, મધ્યસ્થ ઓફિસરની નિમણુંક કરે અને કન્ટ્રોલ રૂમ અંગેની માહિતી પ્રસિદ્ધ કરે.
 • જે તે રાજ્યો સ્થાનિક ભાષામાં આઈઈસી સામગ્રી તૈયાર કરશે.

વર્તમાન સ્થિતિઃ

30 જાન્યુઆરી, 2020ની સ્થિતિએ 31 પ્રદેશોમાં કુલ 7,711 કેસ કન્ફોર્મ થયા છે, તેમાંથી 1370 ગંભીર છે. 170નાં મૃત્યુ થયા છે અને સારવાર અપાયેલ 124 વ્યક્તિઓને રજા અપાઈ છે. 12,167 કેસ શંકાસ્પદ છે. મોટા ભાગનાં મૃત્યુ મોટી ઉંમરની વ્યક્તિઓનાં થયા છે.

જે કન્ફોર્મ કેસની સંખ્યા બહાર આવી છે તેમાં થાઈલેન્ડનાં (14), સિંગાપોરનાં (10), ઓસ્ટ્રેલિયાનાં (5), જાપાનનાં (8), દક્ષિણ કોરિયાનાં (4), મલેશિયાનાં (7), ફ્રાન્સનાં (4), વિયેતનામનાં (2), કેનેડાનાં (2), નેપાળનો (1), કમ્બોડિયાનો (1), શ્રીલંકાનો (1), જર્મનીનાં (4), યુએઈનાં (4), હોંગકોંગનાં (10), મકાઉનાં (7), તાઈવાનનાં (8), ફિનલેન્ડનો (1), અંગોલાનો (1), ભારતનો (1) કુલ 21 દેશોમાં કેસ નોંધાયા છે.

વુહાન યુનિવર્સિટીમાં ભણતો કેરળનો એક વિદ્યાર્થી નોવલ કોરોના વાયરસનો પોઝિટીવ કેસ જણાયો છે, તેનો નોવલ કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ તે હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં છે. દર્દીની સ્થિતિ સ્થિર છે અને તે સતત દેખરેખ હેઠળ છે.

સ્ક્રીનીંગ ડેટાઃ 21 એરપોર્ટ

 • ચકાસાયેલી કુલ ફ્લાઈટઃ 234
 • ચકાસાયેલા કુલ પેસેન્જર 43,346

લેબોરેટરી સપોર્ટ

 • નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી, પૂના નોવલ કોરોના વાયરસના સેમ્પલ ચકાસવા માટે સંપૂર્ણ સજ્જ છે.
 • એનઆઈવી, પૂના ખાતે પૂરતી સંખ્યામાં લેબ રિએજન્ટસ ઉપલબ્ધ છે, જે 5000 સેમ્પલનો ટેસ્ટ કરી શકે તેમ છે.
 • એનઆઈવીને ટેસ્ટીંગ માટે 49 સેમ્પલ રિફર કરવામાં આવ્યા છે, જેમાંથી 48 નેગેટીવ જણાયા છે.

 

*****

RP(Release ID: 1601191) Visitor Counter : 309


Read this release in: English