PIB Headquarters

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 16 JAN 2020 6:11PM by PIB Ahmedabad

અમદાવાદ, 16-01-2020

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન”, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ ની કચેરી ખાતે તારીખ ૩૦.૦૧.૨૦૨૦ (ગુરુવાર) ના રોજ ૧૧:૦૦ કલાકે ડાક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે.

            આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

મુખ્યાલય ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સબંધી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રી વી.કે. દરજી, સહાયક નિદેશક ડાક સેવા (ડાક, સ્થાપના અને ભરતી), કંપ્લેઇન્ટ સેક્સન, પોસ્ટમાસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ ને મોડામાં મોડી તારીખ ૨૩.૦૧.૨૦૨૦ (ગુરુવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવિષ્ટ ના હોવો જોઈએ.

 

DK/GP/RP



(Release ID: 1599595) Visitor Counter : 135