PIB Headquarters

16માં MIFF-2020 માટે ઓનલાઇન એન્ટ્રી સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ

Posted On: 07 JAN 2020 5:53PM by PIB Ahmedabad

મુંબઈ, 07-01-2020

 

16મુ MIFF -2020 (ડક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન અને એનિમેશન ફિલ્મ માટે મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ) 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી, 2020 સુધી ફિલ્મ ડિવિઝન કોમ્પ્લેક્ષ,પેડર રોડ, મુંબઈ ખાતે યોજાશે, સ્પર્ધાની વિવિધ કેટેગરીઓમાં ભાગ લેવા ઇચ્છતા લોકો www.miff.in  પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક પ્રતિનિધિઓ એ જનરલ કેટેગરી માં 300 રૂપિયા ફી ભરવાની રહેશે.મીડિયા, ફિલ્મક્ષેત્રે ભણતા વિદ્યાર્થીઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ના પ્રતિનિધિઓએ માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી.આ ફેસ્ટિવલમાં વિદેશમાં વસતાં ફિલ્મ નિર્માતાઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની કેટેગરીઓમાં ફિલ્મો ભાગ લઇ શકે છે, ભારતીય ફિલ્મ નિર્માતાઓ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એમ બંને સ્પર્ધાઓમાં તેમની એન્ટ્રી સબમિટ કરી શકે છે.

નોન-ફીચર ફિલ્મો માટે દક્ષિણ એશિયામાં સૌથી જૂનો અને સૌથી મોટો ફેસ્ટિવલ MIFF દુનિયાભરનાં ફિલ્મ નિર્માતાઓને આકર્ષે છે, જે માટે અઠવાડિયા દરમિયાન આયોજિત ગુણવત્તાયુક્ત આદાનપ્રદાનનાં સત્રો, કાર્યશાળાઓ અને માસ્ટર ક્લાસ ઉપરાંત સ્પર્ધામાં પ્રદર્શિત થતી ગુણવત્તાયુક્ત ફિલ્મો જેવા આયોજનોને આભારી છે. આ ફેસ્ટિવલમાં ટેકનિકલ કેટેગરીઓ સહિત વિવિધ સ્પર્ધાઓમાં રૂ. 49 લાખનાં રોકડ ઇનામો, ગોલ્ડન કોન્ચ, સિલ્વર કોન્ચ, ટ્રોફીઓ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. ફેસ્ટિવલની બેસ્ટ ડોક્યુમેન્ટીને ગોલ્ડ કોન્ચ અને રૂ. 10 લાખનું રોકડ ઇનામ આપવામાં આવે છે. ફેસ્ટિવલમાં ભારતીય ડોક્યુમેન્ટરી સમુદાયમાંથી વરિષ્ઠ મહાનુભાવનું પ્રતિષ્ઠિત વી. શાંતિરામ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ સાથે સન્માન કરી તેમને રૂ. 10 લાખનું રોકડ ઇનામ, ટ્રોફી અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે.

હાઈલાઈટ્સ

MIFF2020માં ઘણા બધા આકર્ષણો હસે જેવા કે યુરોપીયન યુનિયન ની વિશેષ ફિલ્મો, બાલકન અને ફિનલેંડ ની એનિમેશન ફિલ્મો, ઓસ્કારમાં નામાંકિત થયેલી ફિલ્મો જેવી કે Fauve ( Short fiction |16 min | 2017 | Canada), Detainment ( Short fiction |30 min| 2018 | France), Night at the garden ( Short fiction |7 min| 2017 | USA) જોવા મળશે.

એ જ રીતે ઉત્તર-પૂર્વ ભારતની વિશેષ ફિલ્મો, વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોની શ્રેષ્ઠ ફિલ્મ અને જાણીતા ફિલ્મ નિર્માતા સત્યજીત રેની રવીન્દ્રનાથ ટાગોર (અંગ્રેજી / બંગાળી 54 min| 1961), The inner Eye (English/Bengali | 20min| 1972) જેવી ફિલ્મો,અને આઇકોનિક ફિલ્મ પિકુ (અંગ્રેજી / બંગાળી 26 min| 1980). આ સાથે, એફટીઆઈઆઈ / એસઆરએફટીઆઈ / એનઆઈડી / એફટીઆઇટી / સૃષ્ટિ / ક્રાફ્ટ સ્કૂલ / વ્હિસલિંગવુડના જાણીતા ફિલ્મ નિર્માતાઓ અને વિદ્યાર્થીઓની ફિલ્મો હશે,આયર્લેન્ડ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અન્ય મુખ્ય બાબતોમાં આઇડીપીએ દ્વારા ઓપન ફોરમ, બી લેનિન દ્વારા એડિટિંગ વર્કશોપ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રોન્સ દ્વારા ડ્રોન ફોટોગ્રાફી વર્કશોપ, વખાણાયેલા એનિમેટર માઇકલ ડ્યુડોક ડી વિટ (પોલેન્ડ), સિનિયર ફિલ્મ એકેડેમિશિયન થોમસ વોઘ (કેનેડા) અને જ્યુરી મેમ્બર્સ પણ છે.

 

વધારાનાઆકર્ષણો: શિલ્પ અને ફોટો એક્ઝિબિશન-કમ-પ્રદર્શન

મહાત્મા ગાંધીની 150 વર્ષીય જન્મજયંતિ અને સત્યજીત રે ની શતાબ્દી સ્મૃતિ સમયે MIFF મૃણાલ સેન, રામ મોહન, ભીમસૈન ખુરાના, વી.જી. સામંત, વિજયા મુલે, મંજીરા દત્તા વગેરેને તેમની પસંદગીની કૃતિઓના  પ્રદર્શન દ્વારા શ્રદ્ધાંજલિ આપશે. તેમની ટૂંકી ફિલ્મો પર ચર્ચા વિચારણા કરી શકનાર યુવાનો MIFFનું બીજું આકર્ષણ હશે.

MIFFના ડાયરેક્ટર શ્રીમતી સ્મિતા વત્સ શર્માએ જણાવ્યુ હતું કે, MIFF દસ્તાવેજી, ટૂંકી સાહિત્ય અને એનિમેશન ફિલ્મોમાં શ્રેષ્ઠ પ્રતિભાઓને ગોલ્ડન અને સિલ્વર કોંચ અને ટ્રોફી આપવાની સાથે જુદી જુદી કેટેગરીમાં સન્માનજનક રોકડ ઈનામ પણ આપશે. 16 મી એમએફએફનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ, ફેસ્ટિવલની શ્રેષ્ઠ ફિલ્મ 10 લાખ અને ગોલ્ડન શંખનું રોકડ ઇનામ આપવામાં આવશે. જ્યારે અન્ય એવોર્ડ્સમાં સિલ્વર કોંચ, ટ્રોફી અને પ્રમાણપત્ર સાથે પાંચથી એક લાખના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. જળ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન પરની શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ માટેનો વિશેષ એવોર્ડ પણ આ વખતે આપવામાં આવશે.

16 મી MIFF નું ઉદઘાટન 28 મી જાન્યુઆરી, 2020 ના રોજ નહેરુ સેન્ટર ઓડિટોરિયમ, મુંબઈમાં થશે. વિશ્વભરની શ્રેષ્ઠ દસ્તાવેજી, ટૂંકી સાહિત્ય અને એનિમેશન ફિલ્મોનો સમારોહ અઠવાડિયા સુધી ચાલીને 3જી ફેબ્રુઆરીએ તે જ સ્થળે સમાપ્ત થશે. સ્ક્રીનીંગ્સ અને અન્ય સત્રો, પેડર રોડ, મુંબઇ ખાતેના ફિલ્મ્સ ડિવિઝન થિયેટરોમાં યોજાશે.

MIFF ૨૦૨૦ ના ભાગ રૂપે, ખાસ પસંદ કરેલી ફિલ્મોનું સ્ક્રિનિંગ્સ, યુનિવર્સિટી ઓફ મુંબઇના કાલીના કેમ્પસ, દેલાપ્રસાદ ગોયેન્કા મેનેજમેન્ટ કોલેજ મલાડ ખાતે અને ઉષા પ્રવિણ ગાંધી કોલેજ કેમ્પસ વિલે પાર્લે ઉપરાંત, ફિલ્મ્સ ડિવિઝન કોમ્પ્લેક્સમાં થસે. જેથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જોડાય અને તેમને પ્રોતત્સાહન મળે. ૨ January મી

10 લાખના ઈનામ વાળી સ્પેશિયલ વી.શાંતરામ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ભારતના સાંસ્ક્રુતિક વિકાસમાં મદદ રૂપ થનાર દસ્તાવેજી ચિત્ર બનાવનાર ફિલ્મમેકર ને 28મી જાન્યુઆરીના રોજ MIFFની ઓપનિંગ સેરેમની વખતે આપવામાં આવશે.બાકી ના જુદા જુદા વિભાગો અને પ્રતિયોગિતાઓ ના એવોર્ડ ક્લોઝિંગ સેરેમની વખતે એટ્લે કે 3જી ફેબ્રુઆરીના રોજ આપવામાં આવશે.

ઓનલાઇન ફિલ્મ સબમિટ કરવા માટે ફિલ્મ નિર્માતાઓ www.miff.in પર લોગ ઓન કરી શકે છે. વધારે માહિતી મેળવવા માટે ફેસ્ટિવલ ડાયરેક્ટોરેટનો miffindia[at]gmail[dot]com પર સંપર્ક સાધી શકાશે.

 

NP/GP/DS



(Release ID: 1598645) Visitor Counter : 165