નાણા મંત્રાલય

નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2024-25 માટે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પર ટાસ્ક ફોર્સનો રિપોર્ટ જાહેર કર્યો

Posted On: 31 DEC 2019 4:11PM by PIB Ahmedabad

નવી દિલ્હીઃ 31 ડિસેમ્બર, 2019

 

વર્ષ 2024-25 સુધીમાં દેશની જીડીપી 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનાં લક્ષ્યાંકને પાર પાડવા ભારતને આ વર્ષો દરમિયાન માળખાગત ક્ષેત્ર પર આશરે 1.4 ટ્રિલિયન ડોલર (રૂ. 100 લાખ કરોડ)નો ખર્ચ કરવાની જરૂર પડશે. આ માટે સૌથી મોટો પડકાર દર વર્ષે માળખાગત રોકાણમાં વધારો કરવાનો છે, જેથી ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ માટે માળખાગત સુવિધાઓનો અભાવ અવરોધક પરિબળ ન બને. કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે અહીં એક પત્રકાર પરિષદમાં નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનની વિગતો પર ટૂંકું નિવેદન આપ્યું હતું. તેમણે  સંકેત આપ્યો હતો કે, સરકાર ટાસ્ક ફોર્સની ભલામણો ચકાસશે અને શક્ય એટલી ઝડપથી કામગીરી શરૂ કરશે.

આદરણીય પ્રધાનમંત્રીએ વર્ષ 2019માં સ્વતંત્રતા દિવસે એમનાં રાષ્ટ્રજોગ સંબોધનમાં આગામી પાંચ વર્ષમાં માળખાગત ક્ષેત્ર પર રૂ. 100 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી, જેમાં સામાજિક અને આર્થિક માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ સામેલ છે.

આ લક્ષ્યાંક પાર પાડવા નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2024-25 સુધી દરેક વર્ષ માટે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી)ની રૂપરેખા મેળવવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. ટાસ્ક ફોર્સની રચના નાણાં મંત્રાલયની મંજૂરી સાથે થઈ હતી. ટાસ્ક ફોર્સનાં અધ્યક્ષ સચિવ, ડીઇએ છે, જેમાં સભ્યો તરીકે સીઇઓ (નીતિ આયોગ), સચિવ (ખર્ચ), વહીવટી મંત્રાલયોનાં સચિવ અને અધિક સચિવ (રોકાણ), ડીઇએ છે અને મેમ્બર સેક્રેટરી તરીકે સંયુક્ત સચિવ (આઇપીએફ), ડીઇએ છે.

ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક સપ્ટેમ્બર, 2019માં યોજાઈ હતી. ત્યારબાદ માળખાગત વિકાસમાં સંકળાયેલા વિવિધ વિભાગો/મંત્રાલયો સાથે, માળખાગત વિકાસ અને નિર્માણ કામગીરીમાં સંકળાયેલા કોર્પોરેટ, બેંકો/નાણાકીય સંસ્થાઓ, પ્રાઇવેટ ઇક્વિટી ફંડો તથા સીઆઇઆઈ, ફિક્કી અને એસોચેમ સહિત વિવિધ ઉદ્યોગ સંગઠનો સાથે કેટલીક બેઠકોનું આયોજન થયું હતું. આ બેઠકોનો ઉદ્દેશ માળખાગત ક્ષેત્રોમાં જરૂરી સુધારા પર માહિતી અને સૂચનો મેળવવાનો હતો.

અત્યાર સુધીમાં પહેલી વાર હાથ ધરવામાં આવેલી આ પ્રકારની કામગીરીની નિયમિત સમયાંતરે સમીક્ષા થશે એવી અપેક્ષા છે. એનઆઇપી વિવિધ માળખાગત પ્રોજેક્ટ પર ભવિષ્યની સંભવિતતા મેળવવા સક્ષમ બનાવશે, જેમાં રોજગારીનું સર્જન, જીવનની સરળતામાં વધારો તથા તમામ માટે માળખાની સમાન સુલભતા પ્રદાન કરવી જેવી બાબતો સામેલ હશે. પરિણામે દેશમાં વૃદ્ધિ વધારે સર્વસમાવેશક બનશે. એનઆઇપીમાં આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓ વધારતાં વિવિધ પ્રોજેક્ટ સામેલ છે.

અત્યાર સુધી પ્રાપ્ત થયેલી માહિતીનું સંકલન કરવામાં આવ્યું છે, જેના આધારે ભારતમાં નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન માળખાગત ક્ષેત્રમાં કુલ મૂડીગત ખર્ચ રૂ. 102 લાખ કરોડથી વધારે થવાની ધારણા છે.

નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ઊર્જા (24 ટકા), રોડ (19 ટકા), શહેરી (16 ટકા) અને રેલવે (13 ટકા) જેવા ક્ષેત્રો ભારતમાં માળખાગત ક્ષેત્રમાં અંદાજિત મૂડીગત ખર્ચનો આશરે 70 ટકા હિસ્સો ધરાવે છે. આ પ્રકારનાં વિવિધ પ્રોજેક્ટની ક્ષેત્રમુજબ વિગત નીચે મુજબ છેઃ

મંત્રાલય/ વિભાગ

નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2024-25

ઊર્જા

ઊર્જા

1175995

પુનઃપ્રાપ્ય ઊર્જા

929500

પરમાણુ ઊર્જા

154088

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ

194666

કુલ ઊર્જા

2,454,249

રોડ

રોડ

1,963,943

કુલ રોડ

1,963,943

રેલવે

રેલવે

1,368,523

કુલ રેલવે

1,368,523

બંદર

બંદર

100,923

કુલ બંદર

100,923

એરપોર્ટ

એરપોર્ટ

143,398

કુલ એરપોર્ટ

143,398

શહેરી

અમૃત, સ્માર્ટ સિટીઝ, એમઆરટીએસ, એફોર્ડેબલ હાઉસિંગ, જલ જીવન અભિયાન

1,629,012

કુલ શહેરી

1,629,012

દૂરસંચાર

દૂરસંચાર

320,498

કુલ દૂરસંચાર

320,498

સિંચાઈ

સિંચાઈ

772,678

કુલ સિંચાઈ

772,678

ગ્રામીણ માળખાગત સુવિધાઓ

ગ્રામીણ માળખાગત સુવિધાઓ

410,955

જળ અને સાફસફાઈ

361,810

Total Rural Infrastructure

772,765

કૃષિલક્ષી અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે માળખાગત સુવિધાઓ

કૃષિલક્ષી માળખાગત સુવિધાઓ

54,298

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો

1,255

ખાદ્ય પદાર્થો અને જાહેર વિતરણ

5,000

કુલ કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ માળખું

60,553

સામાજિક માળખું

ઉચ્ચ શિક્ષણ

118,348

શાળા શિક્ષણ

37,791

આરોગ્ય અને પરિવાર કલ્યાણ

168,622

રમતગમત

7,618

પ્રવાસન

24,321

કુલ સામાજિક માળખું

356,701

ઔદ્યોગિક માળખું

ઉદ્યોગો અને આંતરિક વેપાર

299,237

સ્ટીલ

8,225

કુલ ઔદ્યોગિક માળખું

307,462

કુલ (રૂ. કરોડમાં)

10,250,704

 

રૂ. 102 લાખ કરોડનાં કુલ અપેક્ષિત મૂડીગત ખર્ચમાંથી રૂ. 42.7 લાખ કરોડ (42 ટકા)નું મૂલ્ય ધરાવતા વિવિધ પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે, રૂ. 32.7 લાખ કરોડ (32 ટકા)નું મૂલ્ય ધરાવતા જુદાં જુદાં પ્રોજેક્ટ યોજનાનાં તબક્કામાં છે અને બાકીનાં પ્રોજેક્ટ પર વિચારણા ચાલુ છે. એક અંદાજ મુજબ, ચોક્કસ રાજ્યોનાં વિવિધ પ્રોજેક્ટ આગળ જતાં ઉમેરવામાં આવશે, જેના પર હજુ વાતચીત થઈ નથી.

ટાસ્ક ફોર્સે એના વિગતવાર અહેવાલમાં કેટલાંક મુખ્ય ક્ષેત્રોમાં જરૂરી નીતિગત ફેરફારોની ભલામણ કરી છે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હાથ ધરેલા અન્ય સુધારાલક્ષી પગલાં વિશે જાણકારી આપી છે. સમયસર અમલીકરણ માટે કામગીરી પર નજર રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવાનુ સૂચન પણ કરવામાં આવ્યું છે.

A copy of Report of Task force is attached here



(Release ID: 1598106) Visitor Counter : 318


Read this release in: English , Hindi , Bengali