નાણા મંત્રાલય
હિન્દુસ્તાન એન્વિરો લાઇફ પ્રોટેકશન સર્વિસીસ લિમિટેડ દ્વારા 10 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટની છેતરપિંડી
Posted On:
27 NOV 2019 5:34PM by PIB Ahmedabad
બાતમીના આધારે કાર્યવાહી કરતા, વાપી પ્રાદેશિક એકમના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)ના અધિકારીઓએ મેસર્સ હિન્દુસ્તાન એન્વીરો લાઇફ પ્રોટેકશન સર્વિસીસ લિમિટેડની 16 જુદી જુદી જગ્યાઓ પર તપાસ હાથ ધરી હતી. હિન્દુસ્તાન એન્વીરો લાઇફ પ્રોટેકશન સર્વિસીસ લિમિટેડ અને તેના ગુજરાત સ્થિત સુરત, ખંભાત, અમદાવાદ અને રાજકોટની ઓફિસો પર ખરીદદારોને માલના અનુરૂપ વાસ્તવિક પુરવઠા વિના ઇનપુટ ટેક્સ ક્રેડિટ પસાર કરવા અંગે તપાસ કરાઇ હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મે. હિન્દુસ્તાન એન્વીરો લાઇફ પ્રોટેકશન સર્વિસીસ લિમિટેડ પેટ્રોકેમિકલ ઉત્પાદનોના આયાત કરનાર અને આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિન્દુસ્તાન એન્વિરો લાઇફ પ્રોટેકશન સર્વિસીસ લિમિટેડે કંપનીઓની એક એવી જાળ બનાવી હતી, જેનો ઉપયોગ તેઓ માલની વાસ્તવિક સપ્લાય કર્યા વિના જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપી છેતરપિંડી કરી હતી. આખરે આવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પરિપત્ર દ્વારા છેતરપિંડી કરીને પાછળથી મેસર્સ. હિન્દુસ્તાન એન્વીરો લાઇફ પ્રોટેકશન સર્વિસીસ લિમિટેડને પાસ કરી દેવામાં આવતી હતી. હિન્દુસ્તાન એન્વિરો લાઇફ પ્રોટેકશન સર્વિસીસ લિમિટેડ દ્વારા આ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસ મુજબ, છેતરપિંડીની રકમ રૂ. 10 કરોડ (આશરે) શોધી કાઢવામાં આવી છે જેમાંથી રૂ. 4 કરોડ ટેક્સની રકમ પણ આવી જ ત્રણ કંપનીઓ પાસેથી સ્થળ પર જ સર્ચ કરીને શોધી કાઢવામાં આવી હતી.
આ કેસની તપાસ ચાલી રહી છે અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરીનો આખરી આંકડો તપાસ આગળ જતાં વધી શકવાની સંભાવના છે.
DS/RP
(Release ID: 1593851)
Visitor Counter : 142