માહિતી અને પ્રસારણ મંત્રાલય
16માં MIFF-2020 માટે ઓનલાઇન એન્ટ્રી સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ
Posted On:
19 NOV 2019 12:05PM by PIB Ahmedabad
MIFF-2020 (ડૉક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન અને એનિમેશન ફિલ્મ માટે મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ) મુંબઈનાં ફિલ્મ્સ ડિવિઝન કોમ્પ્લેક્સમાં 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી, 2020 સુધી યોજાશે, જે માટે સ્પર્ધાની વિવિધ કેટેગરીઓમાં ફિલ્મોની ઓનલાઇન એન્ટ્રી હવે ખુલી ગઈ છે. આ ફેસ્ટિવલમાં વિદેશમાં વસતાં ફિલ્મ નિર્માતાઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની કેટેગરીઓમાં ફિલ્મો ભાગ લઇ શકે છે, ભારતીય ફિલ્મ નિર્માતાઓ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એમ બંને સ્પર્ધાઓમાં તેમની એન્ટ્રી સબમિટ કરી શકે છે.
નોન-ફીચર ફિલ્મો માટે દક્ષિણ એશિયામાં સૌથી જૂનો અને સૌથી મોટો ફેસ્ટિવલ MIFF દુનિયાભરનાં ફિલ્મ નિર્માતાઓને આકર્ષે છે, જે માટે અઠવાડિયા દરમિયાન આયોજિત ગુણવત્તાયુક્ત આદાનપ્રદાનનાં સત્રો, કાર્યશાળાઓ અને માસ્ટર ક્લાસ ઉપરાંત સ્પર્ધામાં પ્રદર્શિત થતી ગુણવત્તાયુક્ત ફિલ્મો જેવા આયોજનોને આભારી છે. આ ફેસ્ટિવલમાં ટેકનિકલ કેટેગરીઓ સહિત વિવિધ સ્પર્ધાઓમાં રૂ. 49 લાખનાં રોકડ ઇનામો, ગોલ્ડન કોન્ચ, સિલ્વર કોન્ચ, ટ્રોફીઓ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. ફેસ્ટિવલની બેસ્ટ ડોક્યુમેન્ટીને ગોલ્ડ કોન્ચ અને રૂ. 10 લાખનું રોકડ ઇનામ આપવામાં આવે છે. ફેસ્ટિવલમાં ભારતીય ડોક્યુમેન્ટરી સમુદાયમાંથી વરિષ્ઠ મહાનુભાવનું પ્રતિષ્ઠિત વી. શાંતિરામ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ સાથે સન્માન કરી તેમને રૂ. 10 લાખનું રોકડ ઇનામ, ટ્રોફી અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે.
15માં MIFFને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જે ભારત અને દુનિયામાં ડોક્યુમેન્ટરી ફિલ્મોની જીવંત સંસ્કૃતિનું પ્રતીક છે. 15માં MIFFમાં 793 એન્ટ્રી મળી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 197 ફિલ્મો સાથે સૌથી વધુ 793 એન્ટ્રી પ્રાપ્ત થઇ હતી અને રાષ્ટ્રીય સ્પર્ધામાં 596 ફિલ્મોની એન્ટ્રી મળી હતી. 15માં MIFFમાં ઘણી પ્રસિદ્ધ ડોક્યુમેન્ટરી સબમિટ થઈ હતી તથા ભારત અને દુનિયાનાં વિવિધ દેશોમાંથી શોર્ટ ફિલ્મ નિર્માતાઓએ એમની ફિલ્મો મોકલી હતી. ફેસ્ટિવલની જ્યુરીમાં કેનેડા, ફ્રાંસ, ફિલિપાઇન, તુર્કી વગેરે દેશનાં પ્રસિદ્ધ સભ્યો સામેલ થયા હતા. રિટ્રોસ્પેક્ટિવ વિભાગ હેઠળ ડોમિનિક ડુબોસ્ક (ફ્રાંસ) અને મધુશ્રી દત્તા (ભારત)નાં કાર્યો ઉપરાંત કોઝી યામામુરા (જાપાન), ઇવાન મેક્સિકોવ (રશિયા), ભીમસેન ખુરાના (ભારત)ની એનિમેશન ફિલ્મો દર્શાવવામાં આવી હતી. સ્પેશ્યલ પેકેજીસ હેઠળ એફટીઆઇઆઈ, એસઆરએફટીઆઈ, વ્હિસ્લિંગ વૂડ, રોહતક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિલ્મ એન્ડ ટેલીવિઝન અને એમજીઆર ગવર્મેન્ટ ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઉપરાંત અર્જન્ટ સિનેમા ઓફ સાન્ટિઆગો આલ્વરેઝ, ફિલિપિનો મહિલાઓ દ્વારા ડોક્યુમેન્ટરીઝ, એનિમા મુંડી ફિલ્મ્સ (બ્રાઝિલ), તુર્કીશ એનિમેશન, સ્ટોરીઝ ફ્રોમ સાઉથ એશિયા (સાર્ક), સીએમએસ વાતાત્વરણ વગેરે દર્શાવવામાં આવી હતી.
ભારત સરકારનાં માહિતી અને પ્રસાર મંત્રાલયનાં ફિલ્મ ડિવિઝન દ્વારા દર બે વર્ષે યોજાયા આ ફેસ્ટિવલની 16મી એડિશનને મહારાષ્ટ્ર સરકારનું પીઠબળ પ્રાપ્ત થયું છે. જ્યારે મુખ્ય આયોજન સ્થળ ફિલ્મ્સ ડિવિઝન કોમ્પ્લેક્સ, 24-પેડર રોડ, મુંબઈ છે, ત્યારે ફેસ્ટિવલનું ઉદઘાટન અને સમાપનના સમારંભો અનુક્રમે 28 જાન્યુઆરી, 2020નાં રોજ અને 3 ફેબ્રુઆરી, 2020નાં રોજ સાંજે પાંચ વાગે સાંજે પાંચ વાગે નેહરુ સેન્ટર ઑડિટોરિયમ, વરલીમાં યોજાશે એવી જાણકારી ફિલ્મ્સ ડિવિઝનનાં ડાયરેક્ટર જનરલ અને MIFFનાં ડાયરેક્ટર શ્રીમતી સ્મિતા વત્સ શર્માએ આપી છે.
ઓનલાઇન ફિલ્મ સબમિટ કરવા માટે ફિલ્મ નિર્માતાઓ www.miff.in પર લોગ ઓન કરી શકે છે. વધારે માહિતી મેળવવા માટે ફેસ્ટિવલ ડાયરેક્ટોરેટનો miffindia[at]gmail[dot]com પર સંપર્ક સાધી શકાશે.
DK/DS/GP/RP
(Release ID: 1592130)
Visitor Counter : 272