વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

ગુણવત્તાને અગ્રતા એ વિશ્વનાં બજારો તરફનો માર્ગ છે

Posted On: 08 NOV 2019 4:05PM by PIB Ahmedabad

ક્વોલિટી કાઉન્સિલઓફ ઈન્ડિયાએ ફીક્કી (FICCI) સાથે મળીને સંયુક્તપણે 9મી રિજિયોનલ ક્વોલિટી કોન્ક્લેવ (RQC)નુ ક્રાઉન પ્લાઝા, અમદાવાદ ખાતે આયોજન કર્યુ હતુ. આ કોનક્લેવનો વિષય  "મેન્યુફેકચરીંગ અને વેપારમાં સ્પર્ધાત્મકતા લાવતાં પરિબળો" (“Quality Enablers for Manufacturing Competitiveness & Trade.”)  હતો. આ કોન્ક્લેવમાં 3 રસપ્રદ બેઠકોનુ આયોજન કરવામાં આવ્યું હતું.  આ બેઠકોમાં (1) મેન્યુફેકચરીંગમાં સ્પર્ધાત્મકતા, ઈનેવેશન અને ગુણવત્તા લાવનારાં પરિબળો, (2) ગુણવત્તાની ખાત્રી માટે એક્રીડીટેશન અન સર્ટિફિકેશન,  અને (3) મેન્યુફેકચરીંગમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટેનાં પગલાંનો સમાવેશ થતો હતો.

સમારંભનુ ઉદ્ઘાટન પ્રવચન NBQP ના સીઈઓ શ્રી સી. કે. બિશ્વાસે આપ્યું હતું. તેમના પ્રવચનમાં તેમણે ડેલિગેટસને આવકાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં આ કોન્ક્લેવ યોજવાનો અમારો ઉદ્દેશ એ છે કે અમે રાજ્યના લોકો ગુણવત્તા સંસ્કૃતિ અપનાવીને  ગુણવત્તાના મહત્વ અંગે માહિતગાર બને તેવુ  ઈચ્છીએ છીએ. તેમણે હાજર રહેલા ડેલિગેટસને હંમેશાં ગુણવત્તામાં સુધારા માટે કેવી રીતે ઈનોવેશન થઈ શકે તે બાબતે વિચારતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

હાજર રહેલા સમુદાયને સંબોધન કરતાં NABCB/QCI ના અને FICCI ટાસ્ક ફોર્સ ઓન મેન્યુફેકચકરીંગના ચેરમેન શ્રી શ્યામ બંગે જણાવ્યું હતું કે " ગુણવત્તાની તુલનામાં ગુણવત્તાની પ્રણાલીઓ વધુ મહત્વની છે. અમે QCI અને FICCI  ખાતે નાગરિકોને ગુણવત્તાયુક્ત  ઉત્પાદનો અને સર્વિસીસ મળી રહે તે માટે ગુણવત્તા પ્રણાલી તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ."

આ પ્રસંગે FICCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન શ્રી દીપક મહેતાએ જણાવ્યું હતું કે " ગ્રાહકોની ગુણવત્તાની જરૂરિયાત સમજવાથી  સ્પર્ધાત્મકતા આવે છે, જેની મારફતે ગ્રાહકોને તેમનાં નાણાંનુ મહત્તમ મૂલ્ય પૂરી પાડી શકાય છે. "

આ પ્રસંગે પ્રવચન આપતાં FICCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલના કો-ચેરમેન શ્રી સુનિલ પારેખે જણાવ્યું હતું વૈશ્વિક સ્પર્ધાત્મકતાના ક્ષેત્રે સફળ થવા માટે કે ઉદ્યોગોએ  જાતે ઘણુ કામ કરવાનુ રહે છે.

આ પ્રસંગે જે અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા તેમાં શ્રી અનુપમ જલોટે, સીઈઓ, ઈન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી (iCreate), શ્રી રાજકુમાર જગયાસી, ચિફ ઓપરેટીંગ ઓફિસર (COO), મિલાક્રોન, શ્રી સુનિલ શુક્લા, ડિરેકટર, આંત્રપ્રન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડીયા (EDII); શ્રી  નિકુંજ ઠક્કર, સહ-સ્થાપક, ડેટાવન ઈનોવેશન લેબ્ઝ, શ્રી રાજેશ મહેશ્વરી, સીઈઓ, નેશનલ એક્રીડીટેશન બોર્ડ ફોર સર્ટિફિકેશન બોડીઝ (NABCB);કુ. પૂનમ ગુપ્તા, આસિસ્ટન્ટ ડિરેકટર, એનએબીસીબી, શ્રી એમએમ સિંઘ, એક્ઝિકયુટિવ એડવાઈઝર, મારૂતી સુઝુકી, શ્રી ભાસ્કર છાબરા, હોન્ડા મોટરસાયકલ  એન્ડ સ્કુટર ઈન્ડીયા પ્રા. લિમિટેડ, શ્રી અવિરલ ચોપરા, હેડ- એચયુએલ, મેન્યુફેકચરીંગ ઓપરેશન્સ, શ્રી નિતલ ઝવરી, સીઈઓ, કન્સેપ્ટ બિઝનેસ એક્સેલન્સ પ્રા. લિમિટેડ, શ્રી અનુપ ગોયેલ, હેડ-આરપીઓ એન્ડ જનરલ મેનેજર, (ઈન્સ્પેકશન) એન્જીન્યરીંગ ઈન્ડીયા લિમિટેડ, શ્રી નવિન પીલાનીયા, જનરલ મેનેજર, ઓપરેશનલ એક્સેલન્સ, ઝાયડસ ગ્રુપ અને શ્રી વિરાટ ઢેબર, ઓસિસ્ટન્ટ વાઈસ પ્રેસીડેન્ટ (એકેડેમી ડિવિઝન), ટીયુવી સેસયુવી, સાઉથ એશિયાનો સમાવેશ થતો હતો.

એનબીક્યુપીના સીઈઓ શ્રી સી. કે. બિશ્વાસે આભાર વિધી કરી હતી. 250થી વધુ ડેલિગેટસ આ કોન્ક્લેવમાં હાજર રહાયા હતા અને સમારંભને જંગી સફળતા અપાવી હતી.

 

NP/DS/RP



(Release ID: 1591056) Visitor Counter : 231


Read this release in: English