Ministry of Finance

સુરત ડીજીજીઆઇએ બોગસ ઇનવોઇસના આધારે રૂ. 3.07 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પકડી

Posted On: 24 OCT 2019 6:00PM by PIB Ahmedabad

ડીજીજીઆઈનાં સુરત એકમનાં અધિકારીઓ દ્વારા પ્રાપ્ત બાતમીને આધારે મેસર્સ સિદ્ધિવિનાયક નોટ્સ એન્ડ પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જીઆઇડીસી, પાંડેસરા, સુરતની શોધ કાર્યવાહી હેઠળ તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ કંપની સાડીઓનું ઉત્પાદન કરે છે, “લક્ષ્મીપતિ સાડી બ્રાન્ડ સાથે સાડીઓનું વેચાણ કરે છે. કંપનીએ વિવિધ કંપનીઓએ ઇશ્યૂ કરેલા બોગસ ઇનવોઇસને આધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લીધો છે.

તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે, મેસર્સ સિદ્ધિ વિનાયક નોટ્સ એન્ડ પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે (1) મેસર્સ દર્શ એક્પોર્ટ્સ, (2) મેસર્સ બાલાજી એન્ટરપ્રાઇઝ અને (3) મેસર્સ શુભમ ટ્રેડર્સ દ્વારા ઇશ્યૂ કરેલા ઇનવોઇસને આધારે રૂ. 3.07 કરોડ (અંદાજિત)ની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવી છે. આ કંપનીઓની વધારે તપાસ દરમિયાન જાણકારી મળી હતી કે, આ કંપનીઓએ બનાવટી ઇનવોઇસ બનાવ્યાં હતાં તથા આ કંપનીઓ મેસર્સ સિદ્ધિ વિનાયક નોટ્સ એન્ડ પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સહિત વિવિધ કંપનીઓને આપ્યાં હતાં. એટલે મેસર્સ સિદ્ધિ વિનાયક નોટ્સ એન્ડ પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગેરકાયદસેર રીતે લેવામાં આવેલી આઇટીસીની વસૂલાત શરૂ કરવામાં આવી હતી. મેસર્સ સિદ્ધિવિનાયક નોટ્સ એન્ડ પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનાં એડમિનિસ્ટ્રેટિવ હેડ અને ડાયરેક્ટરનું નિવેદન જીએસટી ધારા, 2017 હેઠળ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તપાસનાં સંબંધમાં મેસર્સ સિદ્ધિવિનાયક નોટ્સ એન્ડ પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે ગેરકાયદેસર રીતે લીધેલી રૂ. 3.07 કરોડની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ પરત કરી હતી.

દરમિયાન મેસર્સ સિદ્ધિ વિનાયક નોટ્સ એન્ડ પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે નામદાર ગુજરાત હાઈ કોર્ટમાં આગોતરા જામીન માટે પણ અરજી કરી છે, જેની સુનાવણીની પ્રક્રિયા ચાલુ છે. આ બાબતે વધારે તપાસ ચાલુ છે.

 

NP/RP

 

 



(Release ID: 1589103) Visitor Counter : 197