મંત્રીમંડળ

મંત્રીમંડળે દિલ્હીમાં અનધિકૃત વસાહતોનાં 40 લાખ રહેવાસીઓને સંપત્તિનો માલિકીનો અધિકાર અથવા એને મોર્ગેજ કરવા/હસ્તાંતરણનો અધિકાર/માન્યતા આપવાનાં નિયમોને મંજૂરી આપી


સંસદનાં આગામી સત્રમાં ખરડો રજૂ થશે

પોસ્ટેડ ઓન: 23 OCT 2019 4:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હીની અનધિકૃત વસાહતોનાં રહેવાસીઓને માલિકીનો અધિકાર અથવા એને મોર્ગેજ રાખવાનો/હસ્તાંતરણ કરવાનો અધિકાર આપવા/એને માન્યતા આપવાનાં નિયમનોને પોતાની મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળે આ પ્રસ્તાવ લાગુ કર્યા પછી સંસદનાં આગામી સત્રમાં ખરડો રજૂ કરવાની પણ મંજૂરી આપી દીધી છે.

દિલ્હીમાં અનધિકૃત વસાહતોનાં રહેવાસીઓનાં લાભ અને મુખ્ય અસરઃ

· આ નિર્ણયથી લગભગ 175 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી અનધિકૃત વસાહતોનાં 40 લાખથી વધારે રહેવાસીઓને લાભ થશે, કારણ કે આ કોલોનીઓનો વિકાસ/પુનર્વિકાસ કરી શકાશે, જેથી સ્વચ્છ, સુરક્ષિત અને સ્વસ્થ વસવાટ માટે ઉચિત વાતાવરણ ઉપલબ્ધ થશે.

· અનધિકૃત વસાહતોનાં રહેવાસીઓનો માલિકીનો/હસ્તાંતરણનો અધિકાર, મૂળભૂત માળખાગત રચના અને નાગરિક સુવિધાઓનો અભાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ મુખ્ય સમસ્યાનું સમધાન આ ઐતિહાસક પગલાંથી થઈ શકશે.

· માલિકીનાં દસ્તાવેજોને માન્યતા આપવાના પગલાથી આ કોલોનીઓમાં સંપત્તિનાં માલિકોને સંપત્તિની કાયદેસર લેવડદેવડની સુવિધા મળશે. સંપત્તિ પર કાયદેસર અધિકાર પ્રદાન કરવા ઉપરાંત આ નિર્ણયથી સંપત્તિધારકોને સુરક્ષિત માળખામાં રોકાણ કરવાનું પ્રોત્સાહન મળશે, જેનાં કારણે આ કોલોનીઓમાં વસવાટની સ્થિતિમાં સુધારો થશે.

· આ નિર્ણય 1,797 ચિહ્નિત અનધિકૃત વસાહતો પર લાગુ થશે, જ્યાં ઓછી આવક ધરાવતાં વર્ગનાં લોકો રહે છે. આ નિર્ણય ડીડીએ દ્વારા ચિહ્નિત 69 સમૃદ્ધ કોલોનીઓ પર લાગુ નહીં થાય, જેમાં સૈનિક ફાર્મ, મહેન્દ્ર એન્ક્લેવ અને અનન્ત રામ ડેરી સામેલ છે.

· માલિકીનો હક કાર્પેટ એરિયા/જમીનનાં પ્લોટનાં આકારને આધારે સાધારણ ચાર્જ આપવામાં આવશે. અનધિકૃત વસાહતોની આસપાસ ભાડાનાં વિસ્તારોની સૌથી વધુ વર્ગની કોલોનીઓનાં સર્કલ રેટને ધ્યાનમાં રાખીને સરકારી જમીન પર બનેલી કોલોનીઓનાં સંબંધમાં ચાર્જ 0.5 ટકા (100 ચોરસ મીટરથી ઓછા માટે), એક ટકો (100થી 250 ચોરસ મીટર માટે) અને 2.5 ટકા (250 ચોરસ મીટરથી વધારે) હશે.

· ખાનગી જમીન પર બનેલી કોલોનીઓ પર ચાર્જ સરકારી ભૂમિ પર લાગુ થનાર ચાર્જનાં 50 ટકાને સમકક્ષ રહેશે.

વિગતઃ

· સંસદનાં આગામી સત્રમાં કેન્દ્ર સરકાર જનરલ પાવર ઓફ એટર્ની (જીપીએ), વસિયત, વેચાણ, ખરીદી અને કબજામાં લેવા સાથે સંબંધિત સમજૂતીનાં દસ્તાવેજોને માન્યતા આપવા માટે એક ખરડો લાવશે, જેમાં આ માટે અનધિકૃત વસાહતોનાં રહેવાસીઓને એક વાર છૂટછાટ આપવામાં આવશે.

· ખરડામાં અગાઉની લેવડ-દેવડ પર નોંધણી માટેનો ચાર્જ અને સ્ટેમ્પ ડ્યુટીની વ્યવસ્થા હશે તથા સર્કલ રેટ ચાર્જથી ઓછા પર આવકવેરાની દેણદારીની સમસ્યાનું સમાધાન થશે.

· સંપત્તિનાં હસ્તાંતરણનો ખતપત્ર ઇશ્યૂ કરવા અને નોંધણી કરવા માટે ડીડીએ સરળ પ્રક્રિયા રાખશે.

· ડીડીએ અનધિકૃત વસાહતો/અનધિકૃત વસાહતોનાં ક્લસ્ટર્સની રૂપરેખા પ્રસ્તુત કરશે.

· ડીડીએ તમામ અનધિકૃત વસાહતો માટે સ્થાનિક ક્ષેત્ર યોજના (એલએપી) તૈયાર કરશે.

· કોઈ પણ પ્રકારનાં દંડ અને વધારે વિકાસનો ચાર્જ (ઈડીસી)ની જોગવાઈ નહીં હોય.

· જે લોકો પાસે ઘણાં પ્લોટ/ફ્લેટ છે, એમની તમામ સંપત્તિઓ મળીને વિસ્તારમાં લાગુ દર પર ચાર્જ લેવામાં આવશે.

· લોકોની પાસે એ વિકલ્પ હશે કે તેઓ એક વર્ષમાં ત્રણ સમાન ભાડામાં ચાર્જની ચૂકવણી કરી શકશે. જે પણ વ્યક્તિ એક હપ્તામાં સંપૂર્ણ રકમની ચૂકવણી કરશે, એને તાત્કાલિક માલિકીનો અધિકાર મળી જશે. બે હપ્તામાં ચૂકવણી કરવા ટૂંકા ગાળાનાં અધિકાર આપવામાં આવશે, જેની સંપૂર્ણ અને અંતિમ ચૂકવણી પછી સ્થાયી અધિકારોમાં પરિવર્તિત કરી શકાશે.

· વિલંબથી ચૂકવણી કરવા પર 8 ટકાનાં વાર્ષિક દરે સાધારણ વ્યાજ મળશે.

· ભાડાનાં ઉદ્દેશ માટે હસ્તાંતરણ માટેનાં ખતપત્રનો અમલ થશે, પછી એનો ઉપયોગ ભલે ગમે એ હોય.

પૂર્વભૂમિકા

· વર્ષ 2008નાં વર્તમાન કાયદા અનુસાર, નિયમનની સંપૂર્ણ પ્રક્રિયાનો સમન્વય અને નિરીક્ષણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્રની સરકાર (જીએનસીટીડી) દ્વારા વ્યાપક પ્રચાર મારફત કરવામાં આવશે. અનધિકૃત વસાહતોની મર્યાદાની રૂપરેખા નક્કી કરવા નિયમનો અનુસાર આ પ્રક્રિયાની શરૂઆત સમાન છે. એટલે જીએનસીટીડી નિયમનો ઇશ્યૂ થયાનાં 11 વર્ષ પછી પણ આ કોલોનીઓની સીમાઓનું નિર્ધારણ કરી શકી નથી અને એણે આ કાર્ય પૂર્ણ કરવા માટે 2021 સુધી વધારે સમય માંગ્યો છે.

· આ અનધિકૃત વસાહતોમાં રહેતા લોકોએ તો સુરક્ષિત માળખામાં રોકાણ કર્યું નથી તેમજ સરકારે મંજૂર કરેલા નકશા (એલઓપી) વિના વિકસાવેલી આ કોલોનીઓને જોઈને કોઈ સામાજિક મૂળભૂત માળખાનું સર્જન કરી શકી નથી. જોકે માસ્ટર પ્લાન દિલ્હી-2021માં પ્રોત્સાહન સ્વરૂપે 50 ટકા વધારે ફ્લોર એરિયા રેશિયો (એફએઆર)ની સાથે કોલોનીને બીજી વાર વિકસિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી કોઈ પુનર્વાસની કામગીરી થઈ નથી, કારણ કે લોકો પાસે માલિકીનો અધિકાર નથી.

· અનધિકૃત વસાહતોનાં રહેવાસીઓને સંપત્તિનો માલિકીનો અધિકાર આપવા/માન્યતા અથવા મોર્ગેજ કરવા/હસ્તાંતરિત કરવાનો અધિકાર આપવા માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી સંપત્તિની માલિકીનો અધિકાર પ્રદાન કરવા/માન્યતા આપવા અથવા હસ્તાંતરણ કરવા/એને મોર્ગેજ કરવાની પ્રક્રિયાની ભલામણ કરવા તથા ત્યારબાદ એક સુનિયોજિત રીતે આ પ્રકારનાં વિસ્તારોનો પુનર્વિકાસ કરવાની તક ઊભી કરવા માટે દિલ્હીનાં ઉપરાજ્યપાલનાં નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે.

· સમિતિની ભલામણો અને તમામ ભાગીદારો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણાનાં આધારે સંશોધિત નિયમનકારી અધિસૂચના જાહેર કરવા અને આ સંબંધમાં સંસદમાં એક ખરડો રજૂ કરવા ઉપરોક્ત પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

 

DS/RP

 


(રીલીઝ આઈડી: 1588973) મુલાકાતી સંખ્યા : 198