PIB Headquarters

સેલવાસની કંપની જીએસટીની ચોરીમાં પકડાઇ

Posted On: 11 OCT 2019 7:33PM by PIB Ahmedabad

ડીજીજીઆઈ, સુરત ઝોનલ યુનિટનાં વાપી રિજનલ યુનિટનાં અધિકારીઓ પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ હતી કે, એચડીપીઇ/પીપી વૂવન થેલીઓનાં ઉત્પાદનમાં સંકળાયેલી સેલવાસની મેસર્સ શ્રી ખેમિસાતી પોલીસેક્સ પ્રાઇવેટ લિમિટેડે કેટલીક કંપનીઓ પાસેથી ખોટી રીતે આઇટીસીનો લાભ લેવા ચોક્કસ બનાવટી ખરીદી દર્શાવી છે. તેમણે ચોક્કસ આંતરિક ચીજવસ્તુઓનો ઉપયોગ થયો હોવાનું પણ દર્શાવ્યું હતું, જે તેમને પ્રાપ્ત થઈ નહોતી અથવા તેમનાં ઉત્પાદનોની બનાવટમાં ઉપયોગ કરી શકાય એવી નહોતી. ઉપરાંત કંપનીએ ભંગારનું વેચાણ કરીને એનું મૂલ્ય ઓછું જણાવીને જીએસટીની ચોરી પણ કરી હતી અને તફાવતની રકમ રોકડમાં પરત મેળવી હતી. આ પ્રકારની જાણકારીને પગલે સિલ્વાસા, ભિવંડી, મુંબઈ, દમણ, વાપી અને અમદાવાદમાં કંપની, એનાં સપ્લાયર્સ અને રીસિવર્સનાં 12 જુદાં-જુદાં સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં હતાં, જેમાં વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને રેકોર્ડ્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં, જેમાં પ્રાથમિક અંદાજ મુજબ રૂ. 1.5 કરોડથી વધારે કરચોરી થયો હોવાનો અંદાજ છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.



(Release ID: 1587888) Visitor Counter : 111