PIB Headquarters

ટપાલ સેવા ને લગતા પ્રશ્નો ના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 03 OCT 2019 5:43PM by PIB Ahmedabad

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004ની કચેરી ખાતે તારીખ 22-10-2019 (મંગળવાર) ના રોજ 11-00 કલાકે ડાક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે.

            અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

મુખ્યાલય ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સબંધી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રી વી.કે. દરજી, સહાયક નિદેશક ડાક સેવા (ડાક, સ્થાપના અને ભરતી), કંપ્લેઇન્ટ સેક્સન, પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004ને મોડામાં મોડી તારીખ 11-10-2019 (શુક્રવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો  સમાવિષ્ટના હોવો જોઈએ.



(Release ID: 1587098) Visitor Counter : 172


Read this release in: English