ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે અમદાવાદ ખાતે આરએએફની 27 મી વર્ષગાંઠ પરેડનું નિરીક્ષણ કરશે


સીઆરપીએફ તેના રેપિડ એક્શન ફોર્સની 27 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે

Posted On: 29 SEP 2019 8:05PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે રેપિડ એક્શન ફોર્સની 27 મી વર્ષગાંઠ પરેડ 2019માં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી અમદાવાદના વસ્ત્રાલ ખાતે 100 બટાલિયન આરએએફ પરેડનું નિરીક્ષણ કરશે. શ્રી અમિત શાહ આ પ્રસંગે આરએએફને સંબોધન કરશે તથા મેડલ અને ટ્રોફી એનાયત કરશે. 

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ- રાષ્ટ્રની શાંતિદૂત - આ વર્ષે તેની એન્ટી-રાયોટ રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) ની 27 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે આવતીકાલે 30 સપ્ટેમ્બર 2019 ના રોજ અમદાવાદ (ગુજરાત) ખાતે 100મી બટાલિયનના સ્થળે વર્ષગાંઠ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય કાર્યક્રમ સવારે 8.30 વાગ્યે શરૂ થશે.

આરએએફ- હુલ્લડ વિરોધી દળ તરીકે ખાસ પ્રશિક્ષિત, કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ 7 ઓક્ટોબર 1992 ના રોજ સાંપ્રદાયિક હુલ્લડો અને તેનાથી સંબંધિત જાહેર વિકારોને પ્રતિસાદ આપવાના મિશન સાથે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ. 1992 માં તે કાર્યરત થયા બાદ તરત જ, આરએએફનું કાર્યક્ષેત્ર તોફાનોને નિયંત્રિત કરવાથી લઈને આપત્તિ વ્યવસ્થાપન અને સમુદાયો સાથેની સામાજિક ઉપયોગી સંવેદનાત્મક પ્રવૃત્તિઓ સુધી વિસ્તરી ગયું. તે સાંપ્રદાયિક હિંસા, કાયદો અને વ્યવસ્થા ફરજ, તહેવાર અને ચૂંટણી ફરજો તથા આંદોલન જેવી પરિસ્થિતિમાં પણ ફરજ અદા કરે છે.



(Release ID: 1586630) Visitor Counter : 187


Read this release in: English