PIB Headquarters

સુરતમાં વસ્તુ અને સેવા કરની ચોરી પકડાઇ

Posted On: 26 SEP 2019 5:30PM by PIB Ahmedabad

ડીજીજીઆઇ, ક્ષેત્રીય એકમ, સુરતના અધિકારીઓના ધ્યાન પર આવેલ કે તૈયાર કાપડ ડ્રેસ સામગ્રીની વેચાણ પ્રવૃતિ સાથે સંકળાયેલા મેસર્સ તનિષ્ક ફેશન, 3086-87-88, રાધા રમન ટેક્સટાઇલ માર્કેટ સરોલી અને મેસર્સ રિદ્ધી-સિદ્ધિ ફેશન, 736, નવી ટેક્સટાઇલ માર્કેટ, નવાબવાડી, સુરત યોગ્ય જીએસટીની ચૂકવણી કર્યા વગર કેટલાક માલ-સામાનનું વેચાણ કરી રહ્યાં છે. ઉપરોક્ત બાતમીના આધારે ડીજીજીઆઇ, ક્ષેત્રીય એકમ, સુરતે 25.09.2019ના રોજ સુરત શહેરમાં આવેલી આ પેઢીઓના ત્રણ સ્થળો પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ કે ઉપરોક્ત જણાવેલી પેઢીઓ વાસ્તવિક સપ્લાયના સમાંતર ઇનવોઇસ ઉભા કરીને કરપાત્ર માલ-સામાનના ચોરીછૂપી નિકાલમાં સંડોવાયેલી છે અને આ રીતે પ્રક્રિયામાં જીએસટીની ચૂકવણી ટાળી રહ્યાં છે. પ્રાથમિક અંદાજ અનુસાર, આ રીતે જીએસટીની ચૂકવણી વગર અને યોગ્ય જીએસટી વગર આ રીતે વેચેલા કરપાત્ર માલ-સામાનનું મૂલ્ય પાંચ કરોડ રૂપિયાથી વધુ નિર્ધારિત કરવામાં આવ્યું છે. કરદાતાઓએ સ્વૈચ્છિક રીતે જીએસટીની જવાબદારી સ્વીકારી છે અને બાકીની રકમ ટૂંક સમયમાં ચૂકવવાના વચન સાથે ઘટનાસ્થળ પર આંશિક ચૂકવણી કરેલ છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. આ માહિતી ડીજીજીઆઇ, સુરત દ્વારા પ્રસિદ્ધ એક અખબારી યાદી દ્વારા આપવામાં આવેલ છે.

NP/RP



(Release ID: 1586311) Visitor Counter : 193


Read this release in: English