રેલવે મંત્રાલય

કંડલા સેઝમાં કાર્યરત એકમો દ્વારા ગોટાળાયુક્ત આઇટીસી રિફંડ સાથે ખોટી નિકાસનાં કૌભાંડનો મોટો પર્દાફાશ

Posted On: 24 SEP 2019 5:49PM by PIB Ahmedabad

ચોક્કસ ગુપ્ત બાતમી અનુસાર ગાંધીધામ (ગુજરાત)માં કંડલા સેઝ સ્થિત અમુક એકમો નેશનલ કેપિટલ રિજન (એનસીઆર) સ્થિત આશરે 20 નિકાસકાર કંપનીઓ/ફર્મ સાથે સાંઠગાંઠમાં સરકારી તિજોરી સાથે ગોટાળો કરવાનું મોટું ષડયંત્ર કરી રહ્યાં છે. એને આધારે ડાયરેક્ટોરેટ જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ), અમદાવાદ ઝોન (કેન્દ્ર સરકારની તપાસ સંસ્થા)એ સેઝમાં સ્થિત ત્રણ એકમોમાં તપાસ કામગીરી હાથ ધરી હતી અને પછી એનસીઆર સ્થિત નિકાસકારોનાં સંકુલો અને તેમનાં ગોડાઉનોમાં ચકાસણી કરી હતી.

અહિં મોડસ ઓપરેન્ડીની જાણકારી મળી હતી. તેમાં સંકેત મળ્યો હતો કે, સેઝમાંથી નિકાસ થતી (ઝીરો રેટેડ સપ્લાય) ચીજવસ્તુઓનાં બજારમૂલ્યથી 3000 ટકા જેટલું વધારે મૂલ્યાંકન કરવામાં આવે છે અને ખોટી રીતો અપનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)નાં રિફંડનો દાવો કરવામાં આવે છે. પુરાવા પુષ્ટિ આપે છે કે, નિકાસ સામે રિફંડ તરીકે દાવો કરેલ આઇટીસીના સ્રોતમાં ગોટાળા છે.

ઉત્કૃષ્ટ રીતે આયોજિત ષડયંત્ર હોય એવું જણાતા આ કૃત્યમાં ગોટાળો કરવા માટે કંપનીઓએ પસંદ કરેલી ચીજવસ્તુઓ નુકસાનકારક ચીજવસ્તુઓ હોવાની જાણકારી મળી છે. આ ચીજવસ્તુઓમાં તમાકુ અને અન્ય સંબંધિત ઉત્પાદનો સામેલ છે, જે સીટીએચ 2403 હેઠળ આવે છે તેમજ સેસ સહિત 93 ટકા અને 188 ટકાનાં કરવેરાનાં દરને આધિન છે. આ પ્રકારની ચીજવસ્તુઓ પર કરવેરાનાં ઊંચા કિસ્સાને કારણે રિફંડ સામે આઇટીસીનાં રિફંડનો દાવો કરવાનો અવકાશ 28 ટકા કે 18 ટકા જેટલો નીચો કરવેરાનો દર ધરાવતી ચીજવસ્તુઓથી અનેકગણો વધારે હોય છે. એટલે આ ગોટાળો કરનારા લોકોનો આશય ખોટાં નાણાકીય વ્યવહારોમાંથી મહત્તમ ગેરકાયદેસર લાભ લેવાનો છે. અહિં ઉલ્લેખનીય નોંધપાત્ર બાબત એ છે કે, તમાકુ ઉત્પાદનો મોટા ભાગે બિઝનેસ ટૂ કન્ઝ્યુમર (બી2સી) સપ્લાય ચીજવસ્તુઓ છે અને સંબંધિત ચીજવસ્તુઓ વિના જીએસટી પેઇડ ઇનવોઇસમાંથી લાભ લેવો પ્રમાણમાં સરળ છે, કારણ કે સંબંધિત બિલો વિના બજારમાં ચીજવસ્તુઓનું વેચાણ ઘણી વાર થાય છે.

આ તપાસમાં એવી જાણકારી પણ મળી છે કે, સેન્ટેડ જર્દા, કિમામ (તમાકુનો અર્ક), ફિલ્ટર ખૈની વગેરે જેવી નીચી ગુણવત્તા ધરાવતી સામગ્રીઓનું ઉત્પાદન નોઇડા સ્થિત એકમો કરવેરાની ચૂકવણી વિના કરે છે અથવા સ્થાનિક બજારમાંથી કિલોગ્રામદીઠ રૂ. 150-350ની કિંમતે ખરીદે છે. પછી એને સેઝ આધારિત એકમોમાં કિલો દીઠ રૂ. 5000-9000નાં ભાવે નિકાસ કરે છે. આવી રીતે રૂ. 400 કરોડથી વધારેનો સંચિત આઇટીનાં રિફંડનો દાવો નિકાસકારોએ સંબંધિત જીએસટી ઓથોરિટી સમક્ષ કર્યો છે.

એજન્સીને અસમ, બિહાર, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં સ્થિત આ પ્રકારનાં 25થી વધારે સપ્લાયર્સને ઓળખવામાં સફળતા મળી છે, જેમણે એનસીઆર સ્થિત નિકાસકારોને રિફંડની સુવિધા માટે ચીજવસ્તુઓની સપ્લાય કર્યા વિના રૂ. 1000 કરોડથી વધારાનાં બનાવટી ઇનવોઇસ ઇશ્યૂ કર્યા છે. આ સપ્લાયર્સ હકીકતમાં અસ્તિત્વ ધરાવતાં નથી અથવા નિકાસકારોનું તેમનાં પર સીધું નિયંત્રણ છે.

આ પ્રકારનાં નકામા કે બનાવટી નાણાકીય વ્યવહારો કાયદેસર છે એવું સ્વરૂપ આપવા નોઇડામાં ઓછાં મૂલ્યની ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે અથવા દિલ્હીમાંથી સ્થાનિક રીતે ખરીદવામાં આવે છે, જેને ઇનવોઇસનાં કવર હેઠળ સેઝ એકમોને મોકલવામાં આવ્યાં છે. એટલે જ્યારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એક સ્રોત પાસેથી ગોટાળો કરીને મેળવવામાં આવે છે, ત્યારે ઓછા મૂલ્યની ચીજવસ્તુઓ અન્ય સ્રોત પાસેથી ખરીદવામાં આવે છે અને બંને રીતો નિકાસકારો પાસે અંતે ભેગી થાય છે, જેઓ આઇટીસી રિફંડ રુટ દ્વારા ગેરકાયદેસર લાભ મેળવવા માટે સેઝ એકમોને અતિ ઊંચા મૂલ્યે સપ્લાય કરે છે.

ડીજીજીઆઈ દ્વારા સક્રિય પગલાં લેવામાં આવ્યાં હોવાથી સંબંધિત ઑથોરિટી દ્વારા વિતરણ થયેલી પ્રક્રિયામાં રૂ. 300 કરોડથી વધારેનાં રિફંડનો આઇટીસી દાવો કરવામાં આવ્યો છે, જેને કૌભાંડ કરનારા લોકોનાં હાથમાં જતાં અટકાવી રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રૂ. 100 કરોડથી વધારે સરપ્લસ આઇટીસી હજુ પણ આ પ્રકારનાં નિકાસકારોનાં ક્રેડિટ લેઝરમાં છે, જેને રિફંડ ક્લેઇમ દ્વારા વ્યવસ્થાની બહાર જતાં અટકાવવામાં આવ્યાં છે. એટલે એક અવિવેકી કૃત્યએ સંપૂર્ણ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

સેઝ એકમો દ્વારા ગેરકાયદેસર રીતે નિકાસની છૂટછાટનાં લાભની તપાસ પણ કસ્ટમ્સ ઓથોરિટી હાથ ધરશે.

એજન્સી મુખ્ય ષડયંત્રકારોની ઓળખ કરી શકી છે અને ભાગી ગયેલા કૌભાંડનાં વાસ્તવિક લાભાર્થીઓને ઓળખી શકી છે. તેમને પકડવાનાં પ્રયાસો ચાલુ છે.

આ સેઝ આધારિત એકમો દ્વારા ગોટાળાયુક્ત આઇટીસી રિફંડ સાથે ખોટી નિકાસનાં કૌભાંડનો મોટો પર્દાફાશ છે. આ તપાસ ચોક્કસ ગુપ્ત જાસૂસી બાતમીનું પરિણામ છે, જેને જીએસટી નેટવર્ક અને ઇ-વે બિલ સિસ્ટમ પર ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ કરીને વધારે સ્પષ્ટ કરવામાં આવી હતી.

આ કેસ કરવેરાનાં નિયમોનું પાલન કરવા સરકારની સૂચનાઓનો અમલ કરવા ડીજીજીઆઈની દ્રઢતાનું પરિણામ છે, જે દેશનાં સંપત્તિનાં સર્જકો પ્રામાણિક ઉદ્યોગસાહસિકોને સ્પર્ધા કરવા સમાન સ્તર પ્રદાન કરવાની આતુરતા વ્યક્ત કરે છે.


(Release ID: 1586089) Visitor Counter : 389


Read this release in: English