માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્રિય કાયદા મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ બુધવારે અમદાવાદ ખાતે પત્રકારો સાથે સંવાદ કરશે


કેન્દ્ર સરકારના 100 દિવસ પૂરા થવા પર મોદી સરકાર 2.0 ની ઉપલબ્ધિઓ વિષેની માહિતી પુસ્તિકા ‘જન કનેક્ટ’ની ગુજરાતી આવૃતિનું વિમોચન કરશે

પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા 100 દિવસની સિદ્ધિઓ દર્શાવતુ પ્રદર્શન આયોજિત કરાશે

મંત્રી શ્રી બુધ્ધિજીવીઓ સાથે બેઠક કરશે અને તેમના મંત્રાલય અંતગર્ત આવતા વિભાગોના અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક કરશે

Posted On: 10 SEP 2019 5:45PM by PIB Ahmedabad

અમદાવાદ10-09-2019


                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વખત રચાયેલી એનડીએ સરકારે પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે ત્યારે ભારતભરમાં કેન્દ્રિય મંત્રીઓ જુદા જુદા રાજ્યોમાં પત્રકાર સમ્મેલન યોજીને પ્રથમ 100 દિવસનું સરવૈયું જનતા સામે મૂકી રહ્યા છે. જેના ઉપલક્ષ્યમાં કેન્દ્રિય કાયદો અને ન્યાયસંચારઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના અને પ્રોદ્યોગિકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ 11 સપ્ટેબરના રોજ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. તેઓ મોદી સરકાર 2.0 ની ઉપલબ્ધિઓ દર્શાવતી પુસ્તિકા ‘જન  કનેક્ટ’ની ગુજરાતી આવૃતિનું વિમોચન કરશે.

 

આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા પત્રકાર પરિષદના સ્થળ પર જ કેન્દ્ર સરકારના 100 દિવસમાં થયેલા કાર્યો અને પહેલો દર્શાવતુ પ્રદર્શન પણ આયોજિત કરાશે.

પત્રકાર પરિષદ બાદ મંત્રીશ્રી દિનેશ હૉલ ખાતે બુધ્ધિજીવીઓ સાથે વાર્તાલાપ કરશે. સાંજે તેઓ અમદાવાદ સરકીટ હાઉસ ખાતે બીએસએનએલ, એનઆઇસી, એસટીપીએલ, બીબીએનએલ અને સીએસસીના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજશે.  


DK/J.Khunt/GP 



(Release ID: 1584653) Visitor Counter : 140