નાણા મંત્રાલય
ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસની ગતિ વધારવાના ઉપાયો પર કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનું પ્રેજન્ટેશન
Posted On:
23 AUG 2019 7:16PM by PIB Ahmedabad
ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસની ગતિ વધારવાના ઉપાયો પર કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનું પ્રેજન્ટેશન
ઊંચી આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા માટેના પગલાં
સુધારા અને સરળીકરણ – હાલમાં ચાલી રહેલા પ્રયાસો
કરવેરા – કરદાતાઓનું જીવન સરળ બને – આવરવેરો, GST, કસ્ટમ્સ
|
- IT રિટર્સનું પ્રિફાઇલિંગ
- વિજ્યાદશમી 2019થી ફેસલેસ સ્ક્રૂટિની
- GST રિટર્નમાં ઘટાડો અને ફોર્મનું સરળીકરણ
- GSTની રિફંડની પ્રક્રિયાનું સરળીકરણ.
- કરદાતાઓ સાથે કામ લેતી વખતે જોખમ આધારિત અભિગમ
|
શ્રમ કાયદા
|
- નિયુક્તિમાં લવચીકતા માટે નિશ્ચિત મુદતની ભરતી
- ESICમાં યોગદાન 6.5%થી ઘટાડીને 4% કરવામાં આવ્યું
- વેબ-આધારિત અને ન્યાયક્ષેત્ર મુક્ત ચકાસણીઓ
- ચકાસણી રિપોર્ટ 48 કલાકમાં અપલોડ કરાશે
- અપરાધોનું સંયોજન
- સ્ટાર્ટઅપ માટે સ્વ-પ્રમાણીકરણ – 6 શ્રમ કાયદા
|
એનવાયર્નમેન્ટ ક્લિયરન્સ
|
- MSME માટે હવા અને પાણી માટેનું એક જ ક્લિયરન્સ
- MSME દ્વારા ફેક્ટરીની સ્થાપના કરવા માટે એક જ પરવાનગી
|
સુધારા અને સરળીકરણ – હાલમાં ચાલી રહેલા પ્રયાસો
કોર્પોરેટ બાબતો
|
- કંપનીના ઇન્કોર્પોરેશન માટે 1 દિવસ – નામના રિઝર્વેશન અને ઇન્કોર્પોરેશન માટે કેન્દ્રિય નોંધણી કેન્દ્ર
- એકીકૃત ઇન્કોર્પોરેશન ફોર્મ
- 16 અપરાધિક ધારાઓનું માત્ર નાણાકીય દંડમાં સ્થળાંતર
- મર્જર અને હસ્તાંતરણ માટે ઝડપી અને સરળ મંજૂરી
- વિભેદક મતદાન અધિકાર માટે જોગવાઇઓમાં સુધારા
- કંપની એક્ટ અંતર્ગત 14,000થી વધારે ફરિયાદો પાછી ખેંચવામાં આવી
- MSME અને ઘરેલુ ખરીદદારોને સમર્થન કરતા સુધારાઓ સાથે મજબૂત IBC માળખાકીય કામગીરી
|
અર્થતંત્રને વેગ આપવા માટેના પગલાં
સંપત્તિના સર્જકો માટે સરળીકરણ
- CSR ઉલ્લંઘનો
|
- ફોજદારી અપરાધ તરીકે ગણવામાં નહિં આવે અને તેના બદલે દિવાની જવાબદારી ગણાશે. કંપની એક્ટ અંતર્ગત કોર્પોરેટ બાબતોનું મંત્રાલય કલમોની સમીક્ષા કરશે. સરકારે કંપનીઓને તેમની હાલમાં ચાલી રહેલી CSR જવાબદારીઓ પૂર્ણ કરવા માટે સંપૂર્ણ સુધારેલ આદેશો, સમય આપેલ છે.
|
- આઇટી આદેશો, નોટિસો, સમન્સ, પત્રો વગેરે કેન્દ્રીયકૃત પ્રણાલી દ્વારા ઇશ્યૂ કરવા
|
ચોક્કસ આવકવેરા અધિકારીઓ દ્વારા નોટિસ, સમન્સ, આદેશો વગેરે ઈશ્યૂ કરવાના કારણે પજવણીની ફરિયાદોનું નિવારણ લાવવા માટે:
- 1 ઓક્ટોબર 2019ના રોજ અથવા તે પછી, આવકવેરા અધિકારી દ્વારા નોટિસ, સમન્સ, આદેશો વગેરે કેન્દ્રીયકૃત પ્રણાલી દ્વારા ઈશ્યૂ કરાશે અને તેમાં કોમ્પ્યૂટર દ્વારા જનરેટ કરાયેલ વિભાગનો અનન્ય ઓળખ નંબર હશે.
- કોમ્પ્યૂટર દ્વારા જનરેટ કરાયેલ વિભાગના અનન્ય ઓળખ નંબર સિવાયનું કોઇપણ કમ્યુનિકેશન કાયદેસર ગણાશે નહિં.
- તમામ જુની નોટિસો અંગે 1 ઓક્ટોબર 2019 સુધીમાં નિર્ણય લેવાશે અથવા સિસ્ટમ દ્વારા તે ફરી અપલોડ કરવામાં આવશે.
- 1 ઓક્ટોબર 2019થી, તમામ નોટિસ જવાબ આપ્યાની તારીખથી 3 મહિનામાં નિકાલ કરવામાં આવશે.
|
અર્થતંત્રને વેગ આપવા માટેના પગલાં
કરવેરા માટે પગલાં
- લાંબા ગાળા/ટુંકા ગાળાના મૂડી વધારા પર વધારેલા સરચાર્જમાંથી રાહત
|
- મૂડી બજારમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે, કલમ 111A અને 112Aમાં સંદર્ભ આપેલ અનુક્રમે ઇક્વિટી શેર/યુનિટ્સના ટ્રાન્સફરમાંથી મળતા લોંગ ટર્મ/શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર ફાઇનાન્સ (નંબર 2) એક્ટ, 2019 હેઠળ લેવામાં આવતો વધારાનો સરચાર્જ પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
|
- સ્ટાર્ટઅપ અને તેમના રોકાણકારો માટે એન્જલ કર જોગવાઇઓ પાછી ખેંચવામાં આવી
|
- સ્ટાર્ટઅપ અને તેના રોકાણકારોની સાચી મુશ્કેલીઓ દૂર કરવા માટે, આવકવેરા ધારાની કલમ 56(2) (વિબ) DPIIT સાથે નોંધાયેલા સ્ટાર્ટઅપ માટે લાગુ નહીં પડે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
- એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, સ્ટાર્ટઅપની સમસ્યાઓના નિવારણ માટે CBDTના સભ્ય હેઠળ સમર્પિત સેલની રચના કરવામાં આવશે. આવકવેરાની સમસ્યા ધરાવતા કોઇપણ સ્ટાર્ટઅપ તેના ઝડપી ઉકેલ માટે તે સેલનો સંપર્ક કરી શકે છે.
|
અર્થતંત્રને વેગ આપવા માટેના પગલાં
બેંકો/ NBFC/ MSME
- PSB દ્વારા વધારાનું ક્રેડિટ વિસ્તરણ
|
- રૂ. 70,000 કરોડની અગાઉથી ફાળવણી, PSBને અગાઉથી મૂડી આપીને ~રૂ. 5 લાખ કરોડની મૂડી માટે વધારાનું ધીરાણ અને પ્રવાહિતા.
- આનાથી કૉર્પોરેટ્સ, છૂટક કરજદારો, MSME, નાના વેપારીઓ વગેરેને લાભ થશે.
|
- સમયસર દરો ઘટાડવા માટે બેંકો પ્રભાવ પાડશે
|
- બેંકોએ તમામ કરજદારોને લાભ મળે તે માટે MCLR ઘટાડા દ્વારા દરોમાં કાપ પાસ કરવાનો નિર્ણય લીધો છે.
|
- બેંકો લોન પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલ રેપો રેટ/બાહ્ય બેંચમાર્ક શરૂ કરશે
|
- રેપો રેટને સીધા જ વ્યાજદરો સાથે સાંકળીને હાઉસિંગ લોન, વાહન અને અન્ય રિટેઇલ લોનના EMIમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉદ્યોગ માટે કામકાજી મૂડી વધુ સસ્તી મળશે.
|
- ગ્રાહકની સરળતા
|
- પજવણી ઘટાડવા અને વધુ કાર્યદક્ષતા લાવવા માટે PSB લોન બંધ થયાના 15 દિવસમાં લોનના દસ્તાવેજો ફરજિયાતપણે પરત કરવાનું સુનિશ્ચિત કરશે.
- લાભ: જેમણે મિલકતો મોર્ગેજ કરી હોય તેવા કરજદારો
|
અર્થતંત્રને વેગ આપવા માટેના પગલાં
બેંકો/ NBFC/ MSME
- ગ્રાહકને સરળતા: લોનની અરજીઓનું ઓનલાઇન ટ્રેકિંગ
|
- છુટક વેપાર, MSME, હાઉસિંગ, વાહન, કામકાજી મૂડી, મર્યાદા વૃદ્ધિ, રિન્યુઅલ વગેરેના ગ્રાહકો દ્વારા કરાયેલી લોનની અરજીનું ઓનલાઇન ટ્રેકિંગ.
- તેનાથી પારદર્શકતા વધશે, પજવણી ઘટશે અને એકંદરે ગ્રાહકો માટે પ્રક્રિયા પૂર્ણ થવાના સમયમાં સુધારો આવશે.
|
- પારદર્શક વન ટાઇમ સેટલમેન્ટ (OTS) નીતિ
|
- બેંકો MSME અને રિટેઇલ કરજદારોને તેમની બાકી રકમની પતાવટમાં લાભ થાય તે માટે સુધારે પારદર્શક OTS નીતિ ઈશ્યૂ કરશે.
- નીતિ ચેકબોક્સ અભિગમ આધારિત રહશે.
- લાભ: વધુ પારદર્શકતા
|
- પ્રમાણિકતાપૂર્ણ નિર્ણય પ્રક્રિયા
|
- સાચા વ્યાપારિક નિર્ણયો લેતા બેંકરો માટે નિર્ણાયકતાને સમર્થન આપવા અને પજવણી રોકવાના આશયથી, CVCએ દિશાનિર્દેશો ઈશ્યૂ કર્યા છે કે, બેંકોમાં આંતરિક સલાહકાર સમિતિ (IAC) કેસોનું વિજિલન્સ અને નોન-વિજિલન્સના આધારે વર્ગીકરણ કરશે.
- IAC અને બેંકના CVO/ DAનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે.
|
અર્થતંત્રને વેગ આપવા માટેનાં પગલાં
બેંકો/એનબીએફસી/એમએસએમઈ
12) એનબીએફસી/એચએફસીને ટેકો
|
ઘર, વાહન, ઉપભોગની ચીજવસ્તુઓની ખરીદી માટે વધારે ધિરાણનો ટેકો
- એનએચબી દ્વારા એચએફસીને રૂ. 20,000 કરોડની વધારાની લિક્વિડિટીનો ટેકો, જેથી આ ટેકો વધીને કુલ રૂ. 30,000 કરોડ થશે
- એનબીએફસી/એચએફસીની એકત્રિત મિલકતોની ખરીદી માટે આંશિક ધિરાણ ગેરેન્ટી યોજના રૂ. 1 લાખ કરોડ સુધી – દરેક બેંકમાં ઉચ્ચ સ્તરે નજર રાખવામાં આવશે
- બેંકો દ્વારા નજર રાખવા માટે એનબીએફસીને પ્રીપેમેન્ટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી
|
13) એનબીએફસી દ્વારા બેંકનો ઉપયોગ
|
- એનબીએફસીને પ્રક્રિયાઓનું પુનરાવર્તન ટાળવા માટે આધાર અધિકૃત બેંક કેવાયસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.
- પીએમએલએ નિયમો અને આધાર નિયમનોમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે
- ગ્રાહકોને ઓન બોર્ડ લેવા માટે સરળ, ઝડપી પ્રક્રિયા
|
14) એનબીએફસી સાથે સંયુક્તપણે સરકારી ક્ષેત્રનાં બેંકો દ્વારા લોનનું સહ-ઉદ્ભવ
|
- સરકારી ક્ષેત્રની બેંકો સાથે લિક્વિડિટીનો લાભ લેવા અને એમએસએમઈ, નાનાં વેપારીઓ, સ્વયં સહાય જૂથો, એનબીએફસી સાથે સહ-ઉત્ત્પતિમાં એમએફઆઈ ક્લાયન્ટ ઋણધારકોને લોન માટે ઝડપી જોડાણ કરવા સરકારી ક્ષેત્રની બેંકો, એનબીએફસીને છેવાડાનાં ગ્રાહક સાથે જોડાણ
|
15) 30 દિવસની અંદર એમએસએમઈને જીએસટી રિફંડ
|
- એમએસએમઈને બાકી નીકળતાં તમામ જીએસટીની ચુકવણી 30 દિવસની અંદર કરવામાં આવશે. ભવિષ્યમાં તમામ જીએસટી રિફંડની ચુકવણી અરજીની તારીખથી 60 દિવસની અંદર કરવામાં આવશે.
|
16) એમએસએમઈ બિલ ડિસ્કાઉન્ટિંગ
|
- એમએસએમઈ માટે બિલ ડિસ્કાઉન્ટિંગ માટે બજાર વધારવા મધ્યમ ગાળામાં ટીઆરઇડીએસ જીએસટીએન સિસ્ટમનો ઉપયોગ કરશે
|
17) એમએસએમઈની પરિભાષા
|
- એક પરિભાષા તરફ આગળ વધવા એમએસએમઈ ધારામાં સુધારો કરવા વિચારશે
|
18) યુકે સિંહા સમિતિની ભલામણો
|
- 30 દિવસની અંદર ધિરાણ, માર્કેટિંગ, ટેકનોલોજી, ચુકવણીમાં વિલંબની સરળતા જેવી ભલામણો પર નિર્ણયો
|
સ્લાઇડ 11-12-13 – અર્થતંત્રને વેગ આપવા પગલાં
મૂડીપ્રવાહમાં વધારો કરવો અને નાણાકીય બજારોને ઊર્જાવંત કરવા
19) ભારતમાં બોન્ડ બજારોની કામગીરીમાં વધારો
|
- લાંબા ગાળાનાં ધિરાણની સુલભતા વધારવા માળખાગત અને હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ધિરાણમાં વધારો પ્રદાન કરવા સંસ્થા સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. એનાથી આ પ્રકારનાં પ્રોજેક્ટ્સ માટે ઋણનો પ્રવાહ વધશે.
- આરબીઆઈ અને સેબી સાથે ચર્ચાવિચારણા કરીને ટૂંક સમયમાં સરકાર ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ માર્કેટ્સ પર વિકાસ પર વધારે કામગીરી કરશે.
- બોન્ડ્સમાં સ્થાનિક બજારની કામગીરી સુધારવા નાણાં મંત્રાલય આરબીઆઈ સાથે રોકાણકારો અને બોન્ડ ઇશ્યૂઅર્સ માટે વધારે અનુકૂળતા ઊભી કરવા તેમજ પ્રાઇસ ડિસ્કવરી માટે ટ્રેડિંગમાં વધારાની સુવિધા કરવી
- સરકારે કંપનીઝ (શેર મૂડી અને ડિબેન્ચરનાં નિયમો) 2014માં સુધારો કર્યો છે, જેનો આશય લિસ્ટિંગ કંપનીઓ, એનબીએફસી અને એચએફસી માટેનાં સંબંધમાં બાકી નીકળતાં ડિબેન્ચર્સનાં ડિબેન્ચર રિડેમ્પ્શન રિઝર્વ (ડીઆરઆર) ઊભું કરવાની જરૂરિયાત દૂર કરવાનો છે.
|
20) ભારતીય કંપનીઓની આંતરરાષ્ટ્રીય બજારો સુધી સુલભતા
|
- સેબી ટૂંક સમયમાં ડિપોઝિટરી રિસીપ્ટ સ્કીમને 2014ને કાર્યરત કરશે એવી અપેક્ષા છે. આ ભારતીય કંપનીઓને એડીઆર/જીડીઆર દ્વારા વિદેશી ભંડોળની સુલભતામાં વધારો આપશે.
|
21) સ્થાનિક રિટેલ રોકાણકારો માટે કેવાયસી આધારિત આધારનો ઉપયોગ
|
- સ્થાનિક રિટેલ રોકાણકારો માટે બજારની સુલભતા વધારવા મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવા અને ડિમેટ ખાતું ખોલવા માટે આધાર-આધારિત કેવાયસીને મંજૂરી આપવામાં આવશે
- પીએમએલએ નિયમોમાં સુધારા માટે જરૂરી અધિસૂચના ઇશ્યૂ થશે
|
22) વિદેશી રોકાણકારો અને એફપીઆઈ માટે કેવાયસીનું સરળીકરણ કરવું
|
- એફપીઆઈ સહિત વિદેશી રોકાણકારો માટે બજારની સુલભતા વધારવા કેવાયસીની પ્રક્રિયાનું સરળીકરણ કરવું
|
23) ઓફશોર રૂપી બજાર
|
સ્થાનિક સ્ટોક એક્સચેન્જમાં ઓફશોર રુપી બજાર લાવવા અને ગિફ્ટ આઇએફએસસીમાં અમેરિકન ડોલર – ભારતીય રૂપીનાં ટ્રેડિંગની મંજૂરી આપવા નાણાં મંત્રાલય ટૂંક સમયમાં આ પગલું પ્રસ્તુત કરવા આરબીઆઈ સાથે કામ કરે છે.
|
અર્થતંત્રને વેગ આપવો
માળખું
24) પેમેન્ટમાં વિલંબ
|
- ખર્ચ વિભાગ દ્વારા સરકાર/સીપીએસઈ પાસેથી પેમેન્ટમાં વિલંબ પર નજર રાખવામાં આવશે અને મંત્રીમંડળીય સચિવાલય દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવશે
|
25) લવાદી પંચનાં ચુકાદાની 75 ટકા રકમની ચુકવણીનો નિર્ણય
|
- સરકાર/સીપીએસઈ દ્વારા વિવાદોની સમજૂતીનો અમલ થશે અને એનાં પર મંત્રીમંડળીય સચિવાલય દ્વારા નજર રાખવામાં આવશે
|
26) પાંચ વર્ષનાં ગાળામાં આધુનિક માળખું વિકસાવવા માટે રૂ. 100 લાખ કરોડ
|
- આર્થિક બાબતોનાં વિભાગ દ્વારા આંતર-મંત્રીમંડળીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જે માળખાગત પ્રોજેક્ટ્સની યોજનાને અંતિમ સ્વરૂપ આપશે.
- ઉપરોક્ત પહેલ વૃદ્ધિને વેગ આપશે અને રોજગારીનું સર્જન કરશે એવી અપેક્ષા છે. અર્થતંત્રમાં મૂડીગત ખર્ચ અને રોકાણને વેગ આપવા આ પ્રોજેક્ટ્સ પર સક્રિયપણે નજર રાખવામાં આવશે.
|
અર્થતંત્રને વેગ આપવો
ઓટોમોટિવ ક્ષેત્ર
27) 31.3.20 સુધી બીએસ 4 વાહનોની ખરીદી
|
- નોંધણીનાં સંપૂર્ણ ગાળા માટે કામગીરી જળવાઈ રહેશે
|
28) એક વાર નોંધણી ફીમાં સુધારો
|
|
29) તમામ વાહનો માટે ઊંચો ધસારો
|
- તમામ વાહનો પર વધુ 15 ટકાનો ધસારો, અત્યારથી 31.3.20 સુધીનાં સમયગાળા દરમિયાન એમાં 30 ટકા સુધીનો વધારો
|
30) ઇવી અને આઇસીવી બંનેની નોંધણી ચાલુ રહેશે
|
- સરકારનું ધ્યાન નિકાસ માટે બેટરીઓ સહિત આનુષંગિક/ઘટકોનાં વિકાસ માટે માળખું સ્થાપિત કરવા પર રહેશે.
|
31) માગમાં વધારો કરવા
|
- સરકાર વિભાગો દ્વારા તમામ જૂનાં વાહનોને બદલવા માટે નવા વાહનોની ખરીદી પર પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવશે
- સરકાર સ્ક્રેપેજ નીતિ સહિત વિવિધ પગલાનો વિચાર કરશે.
|
32) નાણાં મંત્રાલય ચર્ચા ચાલુ રાખશે
|
- વિવિધ ક્ષેત્રો માટે સમયસર અને અનુકૂળ હસ્તક્ષેપો માટે હિતધારકો સાથે
|
NP/J.Khunt/RP
(Release ID: 1582809)
Visitor Counter : 279