નાણા મંત્રાલય

સુરત GST ગુપ્તચર કચેરી દ્વારા નકલી ઇનવોઇસ પ્રકરણમાં ભાગેડૂની ધરપકડ કરી

Posted On: 22 AUG 2019 5:23PM by PIB Ahmedabad

સુરત પ્રાદેશિક એકમના GST ઇન્ટિલિજન્સ (DGGI)ના મહાનિર્દેશકે નકલી/બનાવટી ઇનવોઇસના કેસમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. 2019ના જુલાઇ મહિના દરમિયાન આ બાબતે અનેક જગ્યાઓએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે માલ-સામાન સપ્લાય કર્યા વગર રૂ. 195 કરોડની રકમની બનાવટી ITCનો સમાવેશ કરતાં નકલી/બનાવટી ઇનવોઇસનું પ્રકરણ ઉજાગર કરવામાં આવ્યું છે. 28મી જુલાઇ, 2019ના રોજ ચંદ્રકાંત જાદવ અને દેવાંગ ચિમનલાલ પારેખ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ઉપરોક્ત કૌભાંડના માસ્ટરમાઇન્ડ વિશાલ પ્રવિણભાઇ સોનાવાલાની આજે 21મી ઓગસ્ટ, 2019ના રોજ DGGI, સુરત પ્રાદેશિક એકમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જે ઉપરોક્ત તપાસ બાદ ભાગતો ફરતો હતો. તેણે રૂ. 21.6 કરોડની રકમના છેતરપિંડી યુક્ત ITCનો સમાવેશ કરતાં અંદાજે રૂ. 120 કરોડના મૂલ્યના બનાવટી બિલ સ્વીકાર્યા હતા. તપાસ દરમિયાન સોનાવાલાએ સ્વીકાર્યુ હતું કે તેણે ખરેખર માલ-સામાનના પુરો પાડ્યા વગર બનાવટી/નકલી પેઢીઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા ઇનવોઇસના આધારે ITC પસાર કર્યુ હતું.

વિશાલ પ્રવિણભાઇ સોનાવાલાને સ્થાનિક પોલીસને સોપવામાં આવ્યો હતો અને 22મી ઓગસ્ટ, 2019ના રોજ તેમને માનનીય મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. આ માહિતી DGGI સુરતની સ્થાનિક કચેરી દ્વારા એક અખબારી યાદી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

 

DK/NP/J. Khunt/RP

 



(Release ID: 1582636) Visitor Counter : 179


Read this release in: English