PIB Headquarters

પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા અમદાવાદ ખાતે કાર્યશાળાનું આયોજન કરાયું

Posted On: 14 AUG 2019 7:55PM by PIB Ahmedabad

અમદાવાદ, 14-08-2019

 

        ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા અમદાવાદ ખાતે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયના ગીત અને નાટ્ય વિભાગના નવા પસંદગી પામેલા કલાકાર મિત્રોના જૂથ જે પસંદગી પામ્યા છે તેવા 64 જેટલા ગ્રુપ્સને આ કાર્યશાળામાં આમંત્રણ આપવામાં આવ્યું, તેમની હાજરીમાં તેમને આગામી દિવસોમાં સરકારની યોજનાઓ સંદર્ભે વિવિધ કલાના માધ્યમો દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચવા માટે તેમને માહિતગાર કરવા માટે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યશાળાને ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો તેમજ રીજનલ આઉટરીચ બ્યુરોના એડિશનલ ડિરેક્ટર જનરલ ધીરજ કાકડિયા સાહેબે દીપ પ્રાગટ્ય કરી અને ઉદઘાટિત કર્યો. આ કાર્યક્રમમાં વિશેષ મહાનુભાવ તરીકે એડીજી ડૉ ધીરજ કાકડિયા, બ્યુરો ઓફ આઉટરીચ કમ્યુનિકેશન ડેપ્યુટી ડિરેક્ટર શ્રી ધ્રુવ અવસ્થી, પુના સોંગ એન્ડ ડ્રામા ડિવિઝનના મેનેજર શ્રી કિરણ ભૂજપાલ, આકાશવાણી અમદાવાદના ડેપ્યુટી ડિરેક્ટર સરિતાબેન દલાલ (ન્યુઝ વિભાગ) આકાશવાણી અમદાવાદના કોરસપોન્ડન્ટ યોગેશભાઈ પંડ્યા (ન્યુઝ વિભાગ), દુરદર્શન અમદાવાદના ડિરેક્ટર ધર્મેન્દ્ર તિવારી અને રિજનલ આઉટરિચ બ્યુરો અમદાવાદના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી નવલસંગ પરમારની ઉપસ્થિતિ રહી.

 

        કાર્યક્રમમાં ઉપસ્થિત વિશેષ મહાનુભાવો તેમજ વિશેષજ્ઞોએ પોતાના ઉદબોધન દ્વારા રાજ્યભરમાંથી આવેલા કલા સંસ્થાના ટીમ લીડરને જરૂરી જાણકારી પૂરી પાડવાની સાથે સાથે કલા પ્રસૂતિ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું. આજના આ સમયમાં પ્રચાર-પ્રસારના અનેક વિધ માધ્યમોની સાથે સાથે જીવંત કલા દ્વારા ભારત સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે જીવંત કલા પ્રસ્તુતિને સશક્ત માધ્યમ ગણાવતા આ વિશેષજ્ઞોએ આ પ્રસ્તુતિ કઈ પ્રકારે કરવી, કઈ રીતે છેવાડાના માનવી સુધી પહોંચવું તે માટેની આવશ્યક માહિતી આ કાર્યશાળા દરમિયાન કલા સંસ્થાઓને પૂરી પાડી.

 

        ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસંદગી પામેલી ૬૪ જેટલી કલા સંસ્થાઓ આગામી દિવસોમાં કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ વિવિધ અભિયાનો સંદર્ભે લોકજાગૃતિના કાર્યક્રમો દ્વારા પોતાની કળાનો ઉપયોગ કરી મનોરંજનની સાથે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ કરશે.

 

DK/NP/J.Khunt/GP


(Release ID: 1582027) Visitor Counter : 227