PIB Headquarters

ગુજરાત રાજ્યમાં મહિલા પોસ્ટ ઓફિસનો શુભારંભ

प्रविष्टि तिथि: 14 AUG 2019 5:00PM by PIB Ahmedabad

અમદાવાદ 14-08-2019

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશની મહિલાઓને અર્થતંત્રમાં તેમની ભૂમિકા વધારીને સ્ત્રી સશક્તિકરણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકારે મહિલા વિકાસથી ‘મહિલા નેતૃત્વ દ્વારા વિકાસ’ તરફ આગળ વધવું જોઈએ.

માનનીય પ્રધાનમંત્રીશ્રીના આ દ્રષ્ટીકોણને અમલમાં મુકવા માટે, માનનીય સંદેશાવ્યવહાર અને આઇ.ટી., કાયદો અને ન્યાય પ્રધાનમંત્રીશ્રી રવિશંકર પ્રસાદના માર્ગદર્શન હેઠળ ભારતીય ટપાલ વિભાગ 'મહિલા પોસ્ટ ઓફિસ' શરૂ કરી રહ્યું છે. આ પોસ્ટ ઓફિસો સામાન્ય નાગરિકોને ઉત્તમ ટપાલ સેવાઓ પુરી પાડીને સ્ત્રી સશક્તિકરણનું સર્વોત્તમ ઉદાહરણ પુરુ પાડશે.

આ દ્રષ્ટીકોણને આગળ વધારવા માટે, ગુજરાત ટપાલ વિભાગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને રક્ષાબંધન નિમિત્તે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં મહિલા પોસ્ટ ઓફિસ (મહિલા ડાક ઘર) શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તારીખ- 16 ઓગસ્ટ 2019 થી, અમદાવાદ ખાતેની ગુજરાત યુનિવર્સિટી પોસ્ટ ઓફિસ, વડોદરા ખાતે વાઘોડિયા રોડ પોસ્ટ ઓફિસ અને રાજકોટ શહેરમાં રાજકોટ સેવા સદન પોસ્ટ ઓફિસ, મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત ‘મહિલા પોસ્ટ ઓફિસ’ તરીકે કાર્ય કરશે. આ પોસ્ટ ઓફિસોમાં મહિલા ગ્રાહકોને કતારમાં ઉભા રહેવું નહીં પડે.

જ્યારે મહિલાઓ એકબીજા સાથે સંપર્ક કરશે ત્યારે આરામદાયક પરિસ્થતિનું નિર્માણ થશે, આ બાબતને ધ્યાનમાં રાખીને, મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા ગુજરાતના મોટા શહેરોમાં તમામ મહિલા પોસ્ટ ઓફિસોને “મહિલા પોસ્ટ ઓફિસ” તરીકે ઓળખવામાં આવશે. તે મુજબ, મોટી સંખ્યામાં મહિલા ગ્રાહકો ધરાવતી પોસ્ટ ઓફિસોને મહિલા પોસ્ટ ઓફિસોમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આગામી દિવસોમાં, આવી વધુ પોસ્ટ ઓફિસો ગુજરાતમાં કાર્યરત થશે.

મહિલા ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સમાજને સારી અને કાર્યક્ષમ સેવાઓ પુરી પાડવા મહિલા પોસ્ટ ઓફિસોને કાર્યરત કરતી વખતે ગુજરાત પોસ્ટલ સર્કલ ગૌરવ અનુભવે છે, એણ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

DK/NP/J.Khunt/GP


(रिलीज़ आईडी: 1581976) आगंतुक पटल : 408
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English