PIB Headquarters

પ્રકાશન વિભાગ દ્વારા પુસ્તક પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન

Posted On: 13 AUG 2019 6:35PM by PIB Ahmedabad

માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા સ્વતન્ત્રતા દિવસ નિમિત્તે પુસ્તક પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. પીઆઇબી અમદાવાદ કાર્યાલય ખાતે આયોજિત આ પ્રદર્શનમાં ગાંધીજીસ્વાતંત્ર્ય સંગ્રામભારતસામાન્ય જ્ઞાનબાળ સાહિત્ય અને અન્ય વિષયો પરના વિવિધ પુસ્તકો મળશે.

પ્રકાશન વિભાગ મહત્વના રાષ્ટ્રીય અને સામાજિક વિષયો પર સમયિક બહાર પાડે છેજેવા કે યોજનાઆજકાલકુરુક્ષેત્રબાલ ભારતી અને રોજગાર સમાચાર. વર્ષ 2019ના સામયિકો કોલેજોપુસ્તકાલયો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થઈ શકે છેઆ સમયિકો પણ અહિં ઉપલબ્ધ છે.

  

પ્રદર્શન-સહ-વેચાણ તા. 13 થી 23 ઓગષ્ટ2019 સુધી ચાલશે. પ્રદર્શન-સહ-વેચાણનું સ્થળપ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો કાર્યાલયબીજો માળઅખંડાનંદ હોલભદ્રઅમદાવાદસમય સવારે 10 વાગ્યા થી સાંજે 05.30 વાગ્યા સુધી.

પુસ્તકો પર ખાસ 10 થી 90 ટકા સુધીનું વળતર આપવામાં આવશે. પ્રદર્શન બાદ પણ વળતર કાયમી ધોરણે મળશે.

 


(Release ID: 1581920) Visitor Counter : 285