PIB Headquarters
અમદાવાદ જી.પી.ઓમાં બનશે નવું ફિલાટેલિક બ્યૂરો
Posted On:
05 AUG 2019 5:41PM by PIB Ahmedabad
અમદાવાદ, 05-08-2019
ગુજરાત સર્કલ, અમદાવાદનાં ચિફ પોસ્ટ માસ્તર જનરલ શ્રી અશોક કુમાર પોદારે તા. 23-07-2019ના રોજ ગુજરાતના નામંકિત ફિલાટેલિસ્ટોની સાથે એક બેઠક યોજી હતી, આ બેઠકમાં રાજ્યમાં ફિલાટેલીની પ્રવૃત્તિઓને ફિલાટેલિસ્ટોની મદદથી વેગવંતી કરવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. હાલમાં કાર્યરત ફિલાટેલિક બ્યૂરોને જી.પી.ઓના કમ્પાઉન્ડમાં ભોયતળીયે લાવી નવું સ્વરૂપ આપવાનું નક્કી કરકવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી બહાર પાડવામાં આવતા સ્પેશિયલ પોસ્ટલકવર પર વધુ ધ્યાન આપી અલગ – અલગ વિષયોને જેવા કે કલાકારીગરી, સંસ્કૃતિ, પૌરાણિક શિલ્પ અને સ્થાપત્ય, હસ્તકલા, નામાંકિત વ્યક્તિઓ, નામાંકિત ક્રિકેટ એસોસિએશન તેમજ રાસ-ગરબા, દાંડિયા વગેરે પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી ફિલાટેલિક પ્રવૃત્તિને વેગવાન કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.
જાણીતા ફીલાટેલિસ્ટ શ્રી માર્કંડે દવેએ દરખાસ્ત કરી હતી કે ગુજરાતમાં રાષ્ટ્ર કે રાજ્ય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન થવું જોઈએ. માય સ્ટેમ્પ, સ્પેશિયલ પરમેનન્ટ પિકટોરિઅલ કેન્સલેશન તેમજ ફિલાટેલિક એકાઉન્ટ જેવા વિષયોને વધુ લોકપ્રિય બનાવવા જુદી-જુદી રણનીતિઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને નામાંકિત ફિલાટેલિસ્ટ શ્રી વિશાલ રાવલ, વિજયભાઈ નવલખા, દિલીપભાઈ નાયક અને શ્રી મૈનાકભાઈ કઠિયારા વગેરે આ બેઠકમાં હાજર રહ્યા હતા. શ્રી સુનિલ શર્મા, ડાયરેક્ટ પોસ્ટલ સર્વિસ એ ફિલાટેલિસ્ટોને ફિલાટેલી પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવા આપેલ યોગદાન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ માહિતી અમદાવાદ જી.પી.ઓ દ્વારા પ્રસિદ્ધ એક અખબારી યાદી દ્વારા આપવામાં આવી છે.
(Release ID: 1581293)
Visitor Counter : 242