PIB Headquarters

ગુજરાત પોસ્ટલ સર્કલને વર્ષ 2018-19ના આંતરરાષ્ટ્રીય મેઇલ બિઝનેસ અને સ્પીડ પોસ્ટ ડિલિવરીની સર્વોચ્ચ રાજ્યકક્ષામાં શ્રેષ્ઠ કામગીરીનો મળ્યો પુરસ્કાર

Posted On: 31 JUL 2019 5:25PM by PIB Ahmedabad

અમદાવાદ, 31-07-2019

 

ગુજરાત પોસ્ટલ સર્કલને વર્ષ 2018-19ના આંતરરાષ્ટ્રીય મેઇલ બિઝનેસ અને સ્પીડ પોસ્ટ ડિલિવરીની સર્વોચ્ચ રાજ્યકક્ષામાં શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર મળ્યો. આ પુરસ્કાર શ્રીનગર ખાતે ભારત સરકારના સંદેશાવ્યવહાર અને આઇટી મંત્રાલયના પોસ્ટ વિભાગના સચિવ શ્રી એ. એન. નંદા તરફથી ગુજરાત સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી અશોક કુમાર પોદ્દારે પ્રાપ્ત કર્યો છે.

  

માનનીય પ્રધાનશ્રીએ વિડીયો સંદેશ ધ્વારા પોસ્ટ વિભાગના તમામ સર્કલના વડાઓને સંબોધન કરતા વરિષ્ઠ અધિકારીઓને તમામ સ્થળોએ તકનીકી હસ્તક્ષેપો કરવા જણાવ્યું, જેથી નાગરિકોના લાભ માટે ટપાલ સેવાઓની ગુણવત્તામાં સુધારો થાય. આ ઉપરાંત, સર્કલ વડાઓને મહાત્મા ગાંધીની 150 મી વર્ષગાંઠ નિમિત્તે તમામ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવા તેમજ નવી અને નવીન ટપાલ સેવા ધ્વારા ગરીબ અને વંચિત રહી ગયેલા લોકોને લાભ આપવા હાકલ કરી હતી. તેમણે પોસ્ટલ સેવાઓ ધ્વારા લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા વરિષ્ઠ પોસ્ટલ અધિકારીઓને પણ બનદેશ આપ્યા.

પરીષદ દરમિયાન, ગુજરાત સર્કલની તમામ પોસ્ટ ઓફિસને ગુગલ મેપ પર જીઓ ટેગિંગ કરવા તેમજ સ્વચ્છતા અભિયાન જેવી ગુજરાત પોસ્ટલ સર્કલની તાજેતરની પહેલની પ્રશંસા કરવામાં આવી હતી. ગુજરાત સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી અશોક કુમાર પોદ્દારે સંમેલનમાં પ્રતિનિધિઓને માહિતી આપી હતી કે સર્કલ ટૂંક સમયમાં ટપાલ વિતરણ માટે મોબાઈલ એપ મારફતે નવી ટેકનોલોજી અને નવીનતા લાવશે. એમ ગુજરાત પોસ્ટલ સર્કલની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

DK/NP/J.Khunt/GP


(Release ID: 1580890) Visitor Counter : 216