PIB Headquarters

બીએસએનએલ અમદાવાદના બિલ હવે એસએમએસ અને ઈ-મેઈલ દ્વારા મળશે

Posted On: 29 JUL 2019 2:24PM by PIB Ahmedabad

અમદાવાદ, 29-07-2019

ડિજિટલ ઈન્ડિયા – ગો ગ્રીન અંતર્ગત તા. 01-08-2019 થી અમદાવાદ ખાતેના કાર્યક્ષેત્રમાં આવતા તમામ લેન્ડલાઈન, એફટીટીએચ અને મોબાઈલ (પોસ્ટપેઈડ) ગ્રાહકોને તેમના ટેલિફોન બિલ એસએમએસ / ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવશે. જે ગ્રાહકોના મોબાઈલ નંબર અને ઈ-મેઈલ બીએસએનએલ કચેરીમાં નોંધણી કરાવેલ ન હોય તેવા તમામ ગ્રાહકો નજીકના બીએસએનએલ ગ્રાહક સુવિધા કેન્દ્ર / નજીકની એકાઉન્ટ ઓફિસની કચેરીમાં અથવા bsnlgogreentd[at]gmail[dot]com પર પોતાની વિગતો આપી નોંધણી કરાવી શકશે. બિલની ચૂકવણી બીએસએનએલના કેશ-કાઉન્ટર/પોસ્ટ ઓફિસમાં બિલની કોપી બતાવ્યા વગર માત્ર મોબાઈલમાં આવેલ એસએમએસ બતાવીને પણ થઈ શકશે. આ ઉપરાંત બિલની ચૂકવણી ઓનલાઈન – ‘MYBSNL’ એપ અથવા www.bsnl.co.in વેબસાઈટ દ્વારા પણ કરી શકાશે, એમ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

DK/NP/J.Khunt/GP


(Release ID: 1580621) Visitor Counter : 178


Read this release in: English