યુવા બાબતો અને રમત મંત્રાલય

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય ખેલાડીઓ માટે ઇન્ડિયા હાઉસ તૈયાર કરવામાં આવશે: રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી કિરન રિજીજુ

Posted On: 13 JUL 2019 6:35PM by PIB Ahmedabad

યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી કિરન રિજીજુ આજે ગુજરાતમાં ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના પરિસરની મુલાકાતે હતા, ત્યાં તેમણે અધિકારીઓ સાથે મુલાકાત યોજી હતી તેમજ પરિસરમાં આયોજિત એક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

મંત્રીશ્રીએ મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ટોક્યોમાં 2020માં રમાનારા ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ભારતના એક ડેલિગેશનનું નૈતૃત્વ કરીને મંત્રી શ્રી પોતે ત્યાં જશે અને ટોક્યોમાં ઇન્ડિયા હાઉસ તૈયાર કરવામાં આવશે, જેમા ભારતીય ખેલાડીઓ માટે જરૂરી બધી જ સુવીધાઓ પુરી પાડવામા આવશે. ન્યુટ્રિશનિસ્ટ અને કોચની સલાહ મુજબ ખેલાડીઓ માટે પોષણયુક્ત ભોજન તેમજ જરૂરી ટેકનિકલ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતના કોઈ પણ ખેલાડીઓને સંપૂર્ણ સન્માન મળે એ અમે સુનિશ્ચિત કરીએ છીએ, જે ખેલાડીઓએ ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્ય કર્યું છે તેમ જ જેમણે રાષ્ટ્રીય સ્તર પર કોઈ રમતમાં મેડલ જીત્યુ હોય એવા ખેલાડીઓ જો અત્યારે સારી આર્થિક સ્થિતિમાં નથી તો એમના માટે આર્થિક સહયોગની વ્યવસ્થા પણ અમે ઉભી કરી રહ્યાં છીએ, જે ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરીને એશિયન ગેમ્સ, કોમવેલ્થ કે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હોય તેમના માટે પેન્શનની વ્યવસ્થા તો હોય જ છે, આ ઉપરાંત પણ કોઈ ખેલાડીઓ દયનિય સ્થિતિમાં હોય તો તેમના માટે સરકાર આર્થિક સહયોગની વ્યવસ્થા ઉભી કરી રહી છે.

 

NP/RP


(Release ID: 1578655) Visitor Counter : 213