PIB Headquarters
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
Posted On:
21 JUN 2019 1:48PM by PIB Ahmedabad
અમદાવાદ, 21-06-2019
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), “સ્પીડ પોસ્ટ ભવન”, શાહીબાગ, અમદાવાદ-380004 ની કચેરી ખાતે તારીખ 09-07-2019 (મંગળવાર) ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
મુખ્યાલય ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો શ્રી વી.કે. દરજી, સહાયક નિદેશક ડાક સેવા (ડાક, સ્થાપના અને ભરતી), કંપ્લેઇન્ટ સેક્સન, પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004 ને મોડામાં મોડી તારીખ 28-06-2019 (શુક્રવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ ના હોવો જોઈએ.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1575130)
Visitor Counter : 261