માહિતી અને પ્રસારણ મંત્રાલય

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા હિન્દી અને ક્ષેત્રીય ભાષાઓમાં ટેલિવિઝન ધારાવાહિકમાં કલાકાર/ આભાર/ શીર્ષક બતાવવાની બાબતમાં પરામર્શ જારી

Posted On: 14 JUN 2019 3:39PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 14-06-2019

 

માહિતી અને પ્રસારણ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે હિન્દી અને ક્ષેત્રીય ભાષામાં ઘણા ટેલિવિઝન ચેનલ હિન્દી અને ક્ષેત્રીય ભાષાના ટેલિવિઝન ધારાવાહિકોના કલાકારો/આભાર/શીર્ષક માત્ર અંગ્રેજી ભાષામાં બતાવે છે. આ પ્રક્રિયાથી એવા લોકો ટેલિવિઝન ધારાવાહિકો/કાર્યક્રમોના કલાકારોની બાબતમાં બહુમુલ્ય માહિતી પ્રાપ્ત કરવાથી વંચિત રહી જાય છે, જેઓ માત્ર હિન્દી અને ક્ષેત્રિય ભાષા જાણે છે.

દેશના દર્શકો સુધી પહોંચ વધારવા અને તેમને ફાયદો કરાવવા માટે મંત્રાલયે દરેક ખાનગી ઉપગ્રહ ટેલિવિઝન ચેનલોને સલાહ આપી છે કે તેઓ હિન્દી અને ક્ષેત્રીય ભાષાઓમાં ટેલિવિઝન ધારાવાહિકોના કલાકારો/આભાર/શીર્ષકોની બાબતમાં જાણકારી હિન્દી અને તે ક્ષેત્રની ભાષામાં બતાવવાની બાબતમાં વિચાર કરે.

DK/NP/J.Khunt/GP                                        



(Release ID: 1574620) Visitor Counter : 260