ગ્રામીણ વિકાસ મંત્રાલય
હડકો એ 2018-19માં મેળવ્યું ઉલ્લેખનીય નાણાકીય પરિણામ
Posted On:
30 MAY 2019 2:00PM by PIB Ahmedabad
ડૉ. એમ. રવિકાંત, અધ્યક્ષ તેમજ પ્રબંધ નિદેશક, હડકોએ 2018-19માં હડકોના ઉલ્લેખનીય વ્યાવસાયી પરિણામોની વિશેષતાઓ દર્શાવતા જણાવ્યું હતુ કે કંપનીએ 2017-18માં 1010 કરોડ રૂપિયાની સરખામણીએ 2018-19માં અત્યાર સુધીમાં 17 ટકાની વૃદ્ધિ સાથે 1180 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. હડકોએ પોતાના ચોખ્ખા વેપારમાં 10 ટકાની વૃદ્ધિ મેળવી છે અને જે 2017-18નાં 9943 કરોડ રૂપિયાથી વધીને 2018-19માં 10956 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. ચોખ્ખી કૂલ આવકમાં પણ 33 ટકાની વૃદ્ધિ નોંધાતા ચોખ્ખી આવક 2017-18 માં 4171 કરોડ રૂપિયાથી વધીને 2018-19માં 5548 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
હડકોએ 31009 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને જે 2017-18માં ફાળવેલા 16565 કરોડ રૂપિયાની સરખામણીએ 2018-19માં 87 ટકા વધુ છે. હડકોના સરવૈયામાં પણ 2017-18ના ગાળા માટે 48915 કરોડ રૂપિયાની તુલનામાં 2018-19માં 72829 કરોડ રૂપિયા એટલે કે 49 ટકાનો સુધારો થયો છે. હડકોની ચોખ્ખી એનપીએ 0.50 ટકા છે અને તે આ ક્ષેત્રની સૌથી ઓછી છે.
વર્ષ 2018-19 દરમિયાન હડકોએ ઈડબલ્યૂએસ અને એલઆઈજી શ્રેણીનો સમાવેશ કરતા કૂલ 20.68 લાખ આવાસના એકમોને મંજૂર કર્યા છે અને વર્ષ 2017-18માં 8.88 લાખ એકમોને મંજૂરી આપવામાં આવી હતી.
DK/J.Khunt/GP/RP
(Release ID: 1572805)
Visitor Counter : 196