PIB Headquarters

આકાશવાણી દ્વારા સંગીત સ્પર્ધા – 2019નું આયોજન

Posted On: 13 MAY 2019 5:26PM by PIB Ahmedabad

અમદાવાદ, 13-05-2019

 

મહાનિદેશાલય, આકાશવાણી, નવી દિલ્હી દ્વારા આયોજીત આકાશવાણી સંગીત સ્પર્ધા – 2019 માટે આકાશવાણી અમદાવાદ પર પ્રાથમિક સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર તા. 30મી જૂન, 2019ના રોજ 16 થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

હિન્દુસ્તાની કે કર્ણાટક સંગીતમાં સંગીત સ્પર્ધા

શાસ્ત્રીય કંઠ્ય, શાસ્ત્રીય વાદ્ય, ઉપશાસ્ત્રીય કંઠ્ય સંગીત માત્ર હિન્દુસ્તાની માટે જ, સુગમ કંઠ્ય, લોક સંગીતમાં લોક ગીતો, ભજન અને લોકવાદ્ય સંગીત તથા વૃંદગાન, પાશ્ચાત્ય સંગીત (કંઠ્ય, વાદ્ય અને બેન્ડ). પ્રાથમિક સ્પર્ધાના વિજેતાઓને નિર્ણાયક સ્પર્ધા માટે ધ્વનીમુદ્રિત કરવામાં આવશે અને વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે. આ માટેની પ્રાથમિક સંગીત સ્પર્ધાનું આયોજન તા. 8 જુલાઈ થી 26 જુલાઈ, 2019 દરમિયાન કરવામાં આવશે. આ માટેના નિયત અરજી પત્ર આકાશવાણીના નજીકનાં કેન્દ્ર પરથી રજા સિવાયના દિવસોમાં કાર્યાલયના સમય દરમિયાન રૂબરૂ મેળવી શકાશે.

સ્પર્ધાની ફી પેટે અરજી પત્ર સાથે રૂપિયા 500/-નો ડીમાન્ડ ડ્રાફ્ટ પ્રસાર ભારતી, ઓલ ઈન્ડિયા રેડિયો, અમદાવાદના નામનો કરવાનો રહેશે. જેની વિગત અરજીમાં માંગ્યા પ્રમાણે આપવાની રહેશે. ઉમેદવાર આકાશવાણીનો માન્ય કલાકાર ન હોવો જોઈએ તથા અગાઉ આવી કોઈ સ્પર્ધામાં ઈનામનો વિજેતા ન હોવો જોઈએ.

આકાશવાણી સંગીત સ્પર્ધા – 2019 માટેનું અરજી પત્રક મેળવવાનું સરનામું કેન્દ્ર નિયામક શ્રી, આકાશવાણી, નવરંગપુરા, અમદાવાદ-380009.

અરજી પત્રો પહોંચાડવાની છેલ્લી તારીખ – 07 મી જૂન, 2019ને શુક્રવાર રહેશે.

આપ ઓનલાઈન એપ્લીકેશન પણ કરી શકો છો. જેના માટેની વેબસાઈટ છે.

akashvani.in/competition   or   allindiaradio.gov.in

 

DK/NP/JKhunt/GP



(Release ID: 1571935) Visitor Counter : 435