મંત્રીમંડળ

ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આવાસનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતી કરાર અંગે મંત્રીમંડળને જાણકારી આપવામાં આવી

Posted On: 27 MAR 2019 1:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આવાસનાં ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા પર આધારિત સમજૂતી કરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી. આ સમજૂતી કરાર પર ફેબ્રુઆરી, 2019માં હસ્તાક્ષર થયાં હતાં.

 

આ સમજૂતી કરારથી બંને દેશોમાં પરવડે તેવા/ઓછી આવક ધરાવતાં લોકો માટે મકાન સહિત આવાસનાં ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગને પ્રોત્સાહન મળશે, આવાસ અને માળખાગત યોજનાઓનાં ક્ષેત્ર સાથે સંબંધિત અધિકારીઓ અને કંપનીઓની ભાગીદારી વધશે. તેનાથી વિકાસનાં ક્ષેત્રમાં જાણકારી અને અનુભવને વહેંચવા, આધુનિક નિર્માણ તકનિકોનાં હસ્તાંતરણ અને મકાન વિકાસનાં ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.

 

J.Khunt/RP



(Release ID: 1569626) Visitor Counter : 109