PIB Headquarters
શ્રી રાજેશ પ્રતાપસિંહ આઈપીએસ (વિશેષ મહાનિદેશક) દ્વારા નવનિર્મિત 221 ફેમિલી ક્વાટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Posted On:
06 FEB 2019 4:33PM by PIB Ahmedabad
અમદાવાદ, 06-02-2019
આજે આરએએફની 100મી બટાલિયન, વસ્ત્રાપુર અમદાવાદના પ્રાંગણ કેન્દ્રિય લોક નિર્માણ વિભાગ દ્વારા નવનિર્મિત 221 ફેમીલી ક્વાટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી રાજેશ પ્રતાપસિંહ, આઈ.પી.એસ. (વિશેષ મહાનિદેશક) દક્ષિણ ઝોન, કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળ, શ્રી રાજકુમાર આઈ.પી.એસ. પોલિસ મહાનિરીક્ષક, પશ્ચિમ ક્ષેત્ર કેન્દ્રિય રિઝર્વ પોલિસ દળ, પોલિસ ઉપ મહાનિરીક્ષક ગાંધીનગર (રેન્જ), પોલિસ ઉપ મહાનિરીક્ષક સમૂહ કેન્દ્ર ગાંધીનગર, પોલિસ ઉપ મહાનિરીક્ષક (ચિકિત્સા) ગાંધીનગર, શ્રી અજયકુમાર અગ્રવાલ ચીફ એન્જીનીયર (પશ્ચિમ ઝોન), કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ, શ્રી પુષ્પેન્દ્ર કુમાર 100મી બટાલીયન આરએએફ અને બટાલિયનના અન્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ જ સમારોહ દરમિયાન વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ સહિત દરેક ગણમાન્ય અધિકારીઓ તથા દળના જવાનોએ પણ વૃક્ષારોપણમાં ભાગ લઈ આશરે 500 વૃક્ષો વાવ્યા હતા. મુખ્ય અતિથિ દ્વારા દળના જવાનોની સમસ્યાઓનું નિરાકરણ કરવાના હેતુથી સૈનિક સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત જવાનોનું મનોબળ વધારવાની સાથે સાથે આરએએફના પ્રાંગણમાં તોફાનો-હુલ્લડ પર કાબુ કેવી રીતે મેળવવો તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં જવાનોએ દર્શાવ્યું કે કેવી રીતે તોફાનો-હુલ્લડની પરિસ્થિતિમાં કેવી રીતે કાબુ મેળવી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી શકાય. કાર્યક્રમના અંતમાં મુખ્ય અતિથિ તથા અન્ય અતિથિઓને આરએએફ દ્વારા સ્મૃતિ ચિન્હ અર્પણ કરાયા હતા.
NP/J.KHUNT/GP ક્રમાંક : 60
(Release ID: 1562851)
Visitor Counter : 205