PIB Headquarters

ભારતીય રેલવે રાષ્ટ્રીય અકાદમી આવતીકાલે તેમનો 68મો સ્થાપના દિવસ ઉજવશે

प्रविष्टि तिथि: 30 JAN 2019 4:54PM by PIB Ahmedabad

અમદાવાદ, 30-01-2019

 

વડોદરામાં લાલબાગ સ્થિત ભારતીય રેલવે રાષ્ટ્રીય અકાદમી (એન.એ.આઈ.આર.) આવતીકાલે 31 જાન્યુઆરી, 2019ના રોજ પોતાનો 68મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ સમારોહ અકાદમીના મહાનિદેશક શ્રી પ્રદિપકુમારના વડપણ હેઠળ ઉજવવામાં આવશે. સમારોહના મુખ્ય અતિથિ તરીકે આઈઆઈએમ, બેંગ્લોરના નિયામક, પ્રોફેસર જી. રઘુરામ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની અધ્યક્ષતા નવી દિલ્હી રેલવે બોર્ડના અધ્યક્ષ શ્રી વિનોદકુમાર યાદવ કરશે. કાર્યક્રમ દરમિયાન વર્ષ 2018 માટે શ્રી આર. કે. સિંહ, આઈઆર.એસ.ઈ, પૂર્વ અધ્યક્ષ, રેલવે બોર્ડને અતિવિશિષ્ટ સ્નાતક પુરસ્કારથી સન્માનિત કરાશે. સાથે જ અકાદમીમાં આયોજિત વિવિધ પ્રશિક્ષણ કાર્યક્રમો તથા અન્ય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા લગભગ 33 રેલવે અધિકારીઓ અને અન્ય રેલવે કર્મચારીઓને મેડલ તથા ટ્રોફી પણ અર્પણ કરાશે.

 

NP/J.Khunt/GP 


(रिलीज़ आईडी: 1561946) आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English