PIB Headquarters
‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાનની સફળતા લોક ભાગીદારી વગર શક્ય નથી : અમદાવાદના સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી
પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા અમદાવાદ ખાતે સંગીત અને નાટક વિભાગના કલાકારો માટે ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન અંગે કાર્યશાળા યોજાઈ
Posted On:
25 JAN 2019 3:17PM by PIB Ahmedabad
અમદાવાદ, 25-01-2019
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા આજે અમદાવાદ ખાટે ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન અંગે સંગીત અને નાટકના કલાકારો માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આયં હતું. અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે દેશની મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરીને સાબિત કરી દીધું છે કે તેઓ કોઈપણ ક્ષેત્રમાં અન્યો કરતાં પાછળ નથી. આમ છતાં, ઘટતો જતું સ્ત્રી-પુરુષનું જાતિ પ્રમાણ દેશ માટે ચિંતાજનક છે. તેમણે કહ્યું હતું કે સરકાર કાયદો બનાવે તેનાથી કોઈ અભિયાન સફળ બનતું નથી. પરંતુ જ્યારે તેમાં લોકભાગીદારી ભળે ત્યારે તેના ફળ મળે છે. સાંસદ શ્રીએ ઉપસ્થિત કલાકારોને જણાવ્યું હતું કે નાટ્ય અને અન્ય પરંપરાગત માધ્યમો દ્વારા તેઓ લોકોની માનસિકતામાં બદલાવ લાવવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે.
આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન હેઠળ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત માધ્યો દ્વારા જાગૃતિ ફેલાવનારા સંગીત અને નાટકના નાટ્ય ગ્રુપોને સંવેદનશીલ બનાવવાનો હતો.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના અપર મહાનિદેશક શ્રી આર.પી. સરોજે કલાકારોને જણાવ્યું હતું કે કલાકારોએ પોતાની કલાની પ્રસ્તુતિ સાથે અભિયાનનો સંદેશ પણ લોકો સુધી પહોંચે તેના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના નાયબ નિયામક શ્રી નવલસંગ પરમારે અભિયાનને સફળ બનાવવા માટે કલાકારોને યથા સંભવ તમામ સહકાર આપવામાં આવશે એ બાબતે આશ્વસ્ત કર્યા હતા.
આ પ્રસંગે દૂરદર્શન સમાચારના નિદેશક શ્રી ધર્મેન્દ્ર તિવારી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ક્ષેત્રિય નિદેશક ડૉ. ચંદના ડે, મહિલા અને બાળ વિકાસ કાર્યક્રમના પ્રોગ્રામ ઑફિસર જિજ્ઞા સુરકર, માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં સંગીત અને નાટકના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
NP/GP
(Release ID: 1561417)
Visitor Counter : 295