PIB Headquarters

વાઇબ્રન્ટ ગુજરાત 2019માં પ્રધાનમંત્રીએ કેવીઆઇસી પેવેલીયનની મુલાકાત લીધી અને કારીગરો સાથે વાતીચીત કરી

प्रविष्टि तिथि: 17 JAN 2019 5:31PM by PIB Ahmedabad

અમદાવાદ, 17-01-2019

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 17-01-2019 ના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019માં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ના પેવેલિયન ‘ચરખા થી ચંદ્રયાન’ની મુલાકાત લીધી.

આ થીમ પેવેલિયનમાં પોતાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિભિન્ન સ્ટોલ્સની પણ મુલાકાત લીધી અને 65 અલગ અલગ ખાદી અને ગ્રામીણ ઉદ્યોગોની પેદાશોનું અવલોકન કર્યું. જેમાં વિદ્યુત ચાલિત કુંભારનો ચાક, 14 રાજ્યોથી આવેલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલા ખાદીના પરિધાનોની એક વિસ્તૃત શ્રૃંખલા અને હસ્ત નિર્મિત કાગળથી બનેલા અનેક ઉત્પાદનોનો સમાવેશ થાય છે. લુમ પર કામ કરનારા એક કારીગરને જોઈને પ્રધાનમંત્રીએ કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી વિનયકુમાર સકસેના અને એમએસએમઈના સચિવ શ્રી અરૂણકુમાર પાંડા સાથે તેમની પાસે ગયા અને થોડીવાર સુધી તેની સાથે વાત કરી.

આ પ્રસંગે કેવીઆઇસીનાં અધ્યક્ષ શ્રી વી કે સક્સેનાએ કહ્યું હતું કે, ‘ચરખે સે ચંદ્રયાન’ની થીન લાઈન સાથે કેવીઆઈસી નવી તકનીકોનો ઉપયોગ કરનારી પ્રવૃત્તિઓ અને ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. મને વિશ્વાસ છે કે આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019 આપણા પ્રતિભાશાળી કારીગરોને એક અનોખું મંચ પુરું પાડશે. જે માનનીય પ્રધાનમંત્રીના ‘લોકલ ટુ ગ્લોબલ’ના વિઝનને પણ નવી ગતિ આપશે.

 

કેવીઆઇસીનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીમતી પ્રિતી વર્માએ જણાવ્યું કે, આ મેગા ઇવેન્ટમાં સહભાગી થવાનો ઉદ્દેશ પીએમઇજીપીનાં લાભાર્થીઓ દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. ખાદી પેવેલિયનનું એક મુખ્ય પાસું ઇલેક્ટ્રિક પોટેરી વ્હીલ્સનું જીવંત પ્રદર્શન છે.

 

ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (કેવીઆઇસી) સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં મંત્રાલય હેઠળ સર્વોચ્ચ સંસ્થા છે, જે ભારતની અંદર ખાદી અને ગ્રામીણ ઉદ્યોગો સાથે સંબંધિત છે. એનો હેતુ ગ્રામીણ વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે સંકલન સાધીને ગ્રામીણ વિસ્તારોમાં ખાદી અને ગ્રામીણ ઉદ્યોગોનાં વિકાસ અને સ્થાપનાની યોજના બનાવવાનો, પ્રોત્સાહન અને સુવિધા આપવાનો, તેનું આયોજન કરવાનો અને સહાય કરવાનો છે.

 

 

NP/J.Khunt/GP                                        


(रिलीज़ आईडी: 1560307) आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English