PIB Headquarters

એફટીઆઈઆઈ દ્વારા ‘એડમિશન 2019’ અંગે અમદાવાદમાં સેમિનાર યોજાશે

Posted On: 16 JAN 2019 5:54PM by PIB Ahmedabad

, 16-01-2019

 

ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રે શિક્ષણ મેળવવા માગતા ગુજરાતના ઉમેદવારો માટે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ), પૂણે અમદાવાદમાં એડમિશન સેમિનારનું આયોજન કરી રહ્યું છે. એફટીઆઈઆઈ અને સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ (એસઆરએફટીઆઈ), કોલકાતામાં એડમિશન લેવા માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે એફટીઆઈઆઈ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) સાથે ‘એડમિશન-2019’ સેમિનારનું આયોજન 20 જાન્યુઆરી 2019ના રોજ કર્યું છે. બંને સંસ્થાઓ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત છે.

સંયુક્ત પ્રવેશ પરીક્ષા 24 ફેબ્રુઆરી, 2019ના રોજ યોજાનાર છે. આ સેમિનારમાં સંયુક્ત પ્રવેશ પરીક્ષા અને એડમિશન પ્રવેશ પ્રક્રિયાને લગતા પ્રશ્નોના જવાબો મેળવી શકાશે. સેમિનારમાં કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે અને જે વિના મૂલ્યે રહેશે. આ સેમિનારનું સંચાલન ટીવી એન્જીનીયરીંગ વિભાગના પ્રોફેસર જી. બી. સિંઘ તથા અન્ય વરિષ્ઠ એફટીઆઈઆઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે.

સેમિનારની વિગતો નીચે મુજબ છે :

તારીખ  -   20-01-2019

સમય    -   સવારે 10 થી 12 કલાકે

સ્થળ    -   એએમએ સેમિનાર હોલ, અટીરા કેમ્પસ, વસ્ત્રાપુર, અમદાવાદ.

એફટીઆઈઆઈ અને એસઆરએફટીઆઈમાં એડમીશન માટેની પ્રક્રિયા 30 ડિસેમ્બર, 2018ના રોજ ખુલ્લી મુકવામાં આવી છે. સંયુક્ત પ્રવેશ પરિક્ષા માટેની ફી એસસીએસટી અને દિવ્યાંગજનો માટે રૂપિયા 1250/- અને અન્ય તમામ શ્રેણીના ઉમેદવારો માટે રૂપિયા 4000/- છે. ઉમેદવારો વેબસાઈટ https://applyadmission.net/jet2019/ પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31-01-2019 છે.

 

J.Khunt/GP                                         ક્રમાંક-7


(Release ID: 1560165) Visitor Counter : 258


Read this release in: English