PIB Headquarters

સીઆઇએસએફ દ્વારા આયોજિત મેરેથોન દોડમાં અમદાવાદ ઉમટ્યું


મેરેથોન દોડ બાદ સ્પર્ધકોએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું

Posted On: 06 JAN 2019 6:12PM by PIB Ahmedabad

સીઆઇએસએફ દ્વારા આયોજિત મેરેથોન દોડમાં અમદાવાદીઓને દોડવાનો, ચાલવાનો અને સામાજિક સંદેશ ફેલાવવાનો એમ સંપૂર્ણ પેકેજ માણવાનો આનંદ મળ્યો હતો. 10 કિલોમીટર મેરેથોન અને પાંચ કિલોમીટરની વોકેથોન પહેલા 2700 કરતા વધુ સ્પર્ધકોએ પુરા ઉત્સાહ સાથે જુમ્બા ડાન્સ કર્યો હતો. બાળકો માટે પાંચ કિલોમીટરની મેરેથોન અને 2 કિમીની વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

10 કિલોમીટર મેરેથોન દોડના વિજેતા શ્રી સી. એચ. કુશા હતા, જેમણે 35 મિનીટ 7 સેકન્ડમાં મેરેથોન પૂરી કરી હતી. જ્યારે મહિલાઓમાં પ્રજ્ઞા મોહને 40 મિનિટમાં મેરેથોન પૂરી કરી હતી. 5 કિ.મી વોકેથોન શ્રી શંકર ઠાકોરે 16 મિનિટ 17 સેકન્ડમાં પૂરી કરી હતી અને મહિલા શ્રેણીમાં હિરલ વાઘેલાએ 30 મિનિટમાં દોડ પૂરી કરી હતી.

આ દોડ અને ચાલનું આયોજન સમાજમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સીઆઇએસએફ દ્વારા કરવામાં આવ્યું હતું. સીઆઈએસએફની સુવર્ણ જયંતિ ઉજવણીના ભાગરૂપે ઓએનજીસી અમદાવાદ ખાતેના તેના યુનિટે અમદાવાદીઓને ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો દર્શાવ્યા હતા. આ ઉપરાંત ફોર્સના બેન્ડ દ્વારા મ્યુઝીકલ પર્ફોમન્સ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. મેરેથોનનાં અંતે તમામ સ્પર્ધકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

 

NP/J.Khunt/RP


(Release ID: 1558813) Visitor Counter : 214


Read this release in: English