PIB Headquarters

દોડ અમદાવાદ દોડ!!!... સીઆઇએસએફએ અમદાવાદીઓને મોટી સંખ્યામાં ઓએનજીસી ચાંદખેડા નજીક સ્વચ્છતા માટે દોડવા અપીલ કરી

Posted On: 04 JAN 2019 10:28PM by PIB Ahmedabad

પોતાને ફિટ રાખવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય રનિંગ છે. દોડવાથી માનસિક અને શારીરિક સ્વસ્થ પ્રબળ બને છે અને તેનાથી વ્યક્તિને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન કરવાનો અવસર મળે છે. સ્વચ્છતા દેશની સૌથી મોટી સેવા છે, જે આપણે આપણાં પ્રિય ભારત માટે કરી શકીએ.

 

સુરક્ષા દળો દેશનાં નાગરિકોનું રક્ષણ કરે છે, સલામતી અને સુરક્ષા પ્રદાન કરે છે. આ જ પ્રકારની એક અર્ધલશ્કરી દળ સીઆઇએસએફ એરપોર્ટ, સી પોર્ટ, સ્ટીલ પ્લાન્ટ, પરમાણુ પ્લાન્ટ અને બિલ્ડિંગ વગેરે જેવી દેશનાં તમામ મહત્વપૂર્ણ સંકુલોને સુરક્ષિત રાખે છે. પોતાની સ્થાપનાની સુવર્ણજયંતિ નિમિત્તે સીઆઇએસએફએ લોકોને રાષ્ટ્રનિર્માણમાં તેમની સાથે જોડાવાની અપીલ કરી છે. એની પાછળનો વિચાર ફિટનેસ પ્રદર્શિત કરવાનાં અને રાષ્ટ્રની સેવા તરીકે સ્વચ્છતાનો સંદેશ ફેલાવવાનાં ઉદ્દેશ સાથે મેરેથોનમાં દોડવાનો/વોકેથોનમાં ચાલવાનો છે.

 

ઓએનજીસી, ચાંદખેડા, અમદાવાદનાં સીઆઇએસએફ એકમે 6 જાન્યુઆરી, રવિવારે અમદાવાદમાં ગ્રાન્ડ મેરેથોન/વોકેથોન કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ માટેનું સ્થળ માલવિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, અવની ભવન, ચાંદખેડા છે અને તેમાં સામેલ થવા માટે સવારે 6 વાગે સ્થળ પર પહોંચી જવાનું રહેશે. જેમને દોડવાનું પસંદ છે, તેઓ 10 કિમીની મેરેથોનમાં દોડવાનો ભાગ લઈ શકે છે. તેમાં 17 વર્ષથી વધારે વયનાં લોકો જોડાઈ શકશે. જો તમારે દોડવું ન હોય તો 5 કિમીનાં વોકેથોનમાં પણ સામેલ થઈ શકો છો. 12-17 વર્ષની વય ધરાવતાં લોકો 5 કિમીની દોડ અને 2 કિમીની વોકેથોન કેટેગરીમાં સામેલ થઈ શકે છે. 2500થી વધારે લોકોએ નોંધણી કરાવી લીધી છે. ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં બંધ થયેલ રજિસ્ટ્રેશનમાં નોંધણી કરાવવાનું ચુકી ગયેલા લોકો માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સુવિધા ઉપલબ્ધ છે.

 

આ કાર્યક્રમની સાથે-સાથે ઝુમ્બા જેવી અન્ય ફિટનેસ એક્ટિવિટી પણ યોજાશે. ઓએનજીસી સાથે આયોજક સીઆઇએસએફ અમદાવાદીઓની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા કોઈ કચાશ નહીં રાખે. તો આ તકને ચૂકશો નહી. દોડો, ચાલો અને દેશની સેવા તરીકે સ્વચ્છતા પ્રત્યે તમારી કટિબદ્ધતા વ્યક્ત કરો.

 

देश के प्रहरियों

संग जोड़े कदम

स्वच्छता ही सेवा

मैराथन "दौड़े हम"

NP/RP                                                                                   ક્રમાંક - 06



(Release ID: 1558749) Visitor Counter : 212


Read this release in: English