પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 5 જાન્યુઆરી, 2019નાં રોજ ઝારખંડ અને ઓડિશાની મુલાકાત લેશે

Posted On: 04 JAN 2019 6:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરી, 2019નાં રોજ ઝારખંડ અને ઓડિશાની મુલાકાત લેશે.

ઝારખંડમાં પ્રધાનમંત્રી ઉત્તર કોયલ (મંડલ ડેમ) પ્રોજેક્ટને પુનઃકાર્યરત કરવા અને કાન્હાર સ્ટોન પાઇપલાઇન સિંચાઈ વ્યવસ્થાનો શિલાન્યાસ દર્શાવતી તકતીનું અનાવરણ કરશે. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 25,000 લાભાર્થીઓના સંયુક્તપણે ઇ-ગૃહપ્રવેશનું ઉદ્ઘાટન કરશે. તેઓ જનમેદનીને સંબોધિત પણ કરશે.

પછી પ્રધાનમંત્રી ઓડિશા જશે. અહીં બારીપાડામાં તેઓ આઇઓસીએલનાં એલપીજી પાઇપલાઇન પ્રોજેક્ટ બાલાસોર-હલ્દિયા-દુર્ગાપુર સેક્શન અને બાલાસોર મલ્ટિ મોડલ લોજિસ્ટિક પાર્ક દેશનું લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રી પ્રાચીન કિલ્લા હરિપુરગઢમાં રસિક રાય મંદિરનાં વિકાસ અને સંરક્ષણ માટેનો કાર્યારંભ દર્શાવતી તકતીનું અનાવરણ કરશે. તેઓ વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટનાં ચાર લેનિંગ માટેનાં કાર્યનો શિલાન્યાસ કરશે અને છ એરપોર્ટ સેવાકેન્દ્રોનું ઉદઘાટન કરશે. તેઓ ટાટાનગરથી બદામપહર સુધીની બીજી પેસન્જર ટ્રેનને લીલી ઝંડી પણ આપશે.

તેઓ બારિપડામાં જનમેદનીને સંબોધન પણ કરશે.

 

RP



(Release ID: 1558746) Visitor Counter : 119


Read this release in: English