PIB Headquarters
વડોદરા સેન્ટ્રલ જીએસટી આયુક્તે બોગસ બિલો રજુ કરીને જીએસટીની ઇનપુટ ક્રેડિટનું આશરે રૂ. 75 કરોડનું કૌભાંડ પકડ્યું
Posted On:
23 DEC 2018 3:50PM by PIB Ahmedabad
તા. 21-12-2018ના રોજ વડોદરા – 01, સેન્ટ્રલ જીએસટીનાં અધિકારીઓએ કપડવંજ સ્થિત એક ઔદ્યોગિક એકમનાં માલિકની ધરપકડ કરી હતી. કપડવંજનાં એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટે તેમને તા. 03-01-2019 સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
તેમની કંપની દ્વારા બોગસ બિલો રજુ કરીને જીએસટીની ઇનપુટ ક્રેડિટ લેવામાં આવતી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો માલ મોકલવામાં આવતો ન હતો. અધિકારીઓએ દરોડા પાડીને ખૂબ મોટુ કૌભાંડ બહાર પાડ્યું છે જેમાં સ્ટીલ અને લોખંડનાં બોગસ બિલ બનાવી જીએસટી ક્રેડિટ લેવામાં આવતી હતી.
વિશેષ માહિતી અને આંકડાઓનાં આધારે કરેલા વિશ્લેષણ પર કાર્યવાહી કરતા કેન્દ્રીય વસ્તુ અને સેવા કર આયુક્ત, વડોદર – 1 કાર્યાલયની શાખા દ્વારા વિવિધ સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં વસ્તુઓની કોઈ ખરી લેવડ-દેવડ વગરનાં ખોટા બિલો મળી આવ્યા હતા.
દરોડા દરમિયાન ધરપકડ થયેલા ઉદ્યોગપતિના કબુલાત નિવેદન મુજબ રૂ. 75 કરોડનાં નકલી બિલો બનાવીને કંપનીના ટર્નઓવરને વધારે દર્શાવવામાં અવતુ હતું તેમજ આ કામગીરીમાં અન્ય વ્યાવસાયિકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. કપડવંજની આ કંપની દ્વારા લગભગ 14 કરોડ રૂપિયાની ખોટી જીએસટી ક્રેડિટ અમદાવાદ સ્થિત કંપનીને આપવામાં આવી છે. કુરિયર તથા અન્ય માધ્યમો દ્વારા લગભગ 70 કરોડ રૂપિયાનાં મૂલ્યના ખોટા બિલોના આધારે આ કંપનીએ 12 કરોડનો ખોટો ઈનપુટ ટેક્સ ક્રેડિટ પણ પ્રાપ્ત કર્યો છે, જેનાથી સરકારની તિજોરીને ભારે નુકસાન થવા પામ્યું છે.
આ કેસની આગળની તપાસ ચાલુ છે તેમજ ધોખધડીની રકમ હજુ વધારે હોય તેની પુરી સંભાવના રહેલી છે. આ માહિતી કેન્દ્રીય વસ્તુ અને સેવા કર આયુક્ત, વડોદરા - 01ના કાર્યાલય દ્વારા પ્રસિદ્ધ એક પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા આપવામાં આવી છે.
NP/J.Khunt/RP
(Release ID: 1557348)
Visitor Counter : 208