ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે, દેશમાં આંતરિક સુરક્ષાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે


શ્રી રાજનાથ સિંહે ગુજરાતમાં ડીજીપી/આઇજીપી પરિષદનાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું

Posted On: 20 DEC 2018 6:22PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં આંતરિક સુરક્ષાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે, ખાસ કરીને ઉત્તર-પૂર્વ અને વામપંથી ઉગ્રવાદથી પીડિત રાજ્યોમાં સ્થિતિ સુધરી છે. આજે ગુજરાતમાં નર્મદા જિલ્લાનાં કેવડિયામાં આયોજિત ડાયરેક્ટર જનરલ્સ અને ઇન્સ્પેક્ટર જનરલ્સ ઑફ પોલીસની કોન્ફરન્સનાં ઉદઘાટન સત્રમાં શ્રી રાજનાથ સિંહે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં આંતરિક સુરક્ષાની સ્થિતિમાં સુધારા પર સંતોષ વ્યક્ત કર્યો હતો, ખાસ કરીને 30 જુલાઈ, 2018નાં રોજ એનઆરસીની યાદીની રૂપરેખાનાં પ્રકાશન સહિત અસમમાં એનઆરસીની શાંતિપૂર્ણ શરૂઆત પર સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં ઉત્તર-પૂર્વ ક્ષેત્રની સુરક્ષાની સ્થિતિમાં તબક્કાવાર સુધારો થયો છે. વર્ષ 2017નાં સમાન ગાળાની સરખામણીમાં વર્ષ 2018માં તમામ દ્રષ્ટિએ હિંસામાં વધારો થયો છે. કુલ ઘટનાઓમાં 17 ટકાનો ઘટાડો થયો છે અને નાગરિકોની જાનહાનિમાં 38 ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતું કે, એએફએસપીએ અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં હળવો કરવામાં આવ્યો છે, જેને જાહેર જનતાએ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઉપરાંત ઉગ્રવાદીઓનો મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા પ્રોત્સાહન આપવા ભારત સરકારે આત્મસમર્પણ કરનાર ઉગ્રાદીઓને નાણાકીય લાભ વધારીને શરણાગતિ-સહ-પુનર્વસન નીતિમાં સુધારો કર્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની સુરક્ષા સંબંધિત ચિંતા વિશે મ્યાનમારને જાણ કરવામાં આવી છે તેમજ પડોશી દેશ સાથે વેપારને વધારવા પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, પડોશી દેશોમાંથી, ખાસ કરીને મ્યાન્મારમાંથી આતંકવાદીઓ દ્વારા આપણાં અનેક ઉગ્રવાદી જૂથોનું સંચાલન થયું છે. આ દેશો સાથે આપણી દ્વિપક્ષીય બેઠકોમાં આપણી ચિંતાઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા આંતર-મંત્રીમંડળીય સમિતિએ ભારત-મ્યાન્માર સરહદ પર રહેલી ખામીઓને દૂર કરવા મુક્ત ચળવળ શાસન (Free Movement Regime)નો અસરકારક રીતે અમલ કરવા સંશોધિત પ્રોટોકલ બનાવવામાં આવ્યો છે.

શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વામપંથી ઉગ્રવાદથી પીડિત રાજ્યોમાં હિંસાની ઘટનાઓમાં છેલ્લાં આઠ વર્ષથી વધારો જળવાઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે છત્તિસગઢ, ઝારખંડ અને ઓડિશામાં સીપીઆઈ/માઓવાદીનાં મુખ્ય વિસ્તારોમાં મુખ્ય કાર્યકારી સફળતા હાંસલ થઈ હતી. વિવિધ રાજ્યોનાં પોલીસ દળો અને સીએપીએફ વચ્ચે સંકલન તથા નિયમિતપણે કાર્યક્ષમ ઇન્ટેલિજન્સનું જનરેશન એવા મુખ્ય પરિબળોમાં સામેલ છે, જેનાથી ચાલુ વર્ષે ડાબેરી ઉગ્રવાદથી પીડિત રાજ્યોમાં જાનમાલની હાનિમાં લગભગ બેગણો ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સફળતાને પ્રતિબિંબિત કરતાં અને માઓવાદ પર સરકારનાં હાથ ઉપર રહ્યો છે, ખાસ કરીને એસઆરઇ યોજના હેઠળ આવરી લેવાયેલા જિલ્લાઓની સંખ્યા 126થી ઘટીને 90 રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે સંચાર ક્ષેત્રમાં પણ સ્થિતિ નિયંત્રણ હેઠળ જળવાઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન કોમી સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને વર્ષ 2017નાં સમાન ગાળાની સરખામણીમાં કોમવાદી તોફાનોની ઘટનામાં 12 ટકાનો ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન સોશયિલ મીડિયાનો દુરુપયોગ કરીને ધાર્મિક લાગણીઓ દુભાવવાની ઘટાડામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

શ્રી રાજનાથ સિંહે અંતરિયાળ વિસ્તારમાં પણ આતંકવાદ પ્રસર્યો હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા સંકલિત સમન્વિત પ્રયાસ મારફતે કાયદાની અમલીકરણ સંસ્થાઓએ ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક રાજ્ય દ્વારા પ્રચાર અને આંદોલનની પ્રથમ સમસ્યાનું સફળતાપૂર્વક સમાધાન કર્યું છે. પરિણામે ભારતમાં આઇએસ પ્રેરિત હિંસાની અત્યંત ઓછી ઘટનાઓ જોવા મળી હતી. આતંકવાદ વિરોધી સંકલિત પ્રયાસોમાં કાયદાની અમલીકરણ સંસ્થાઓએ આશરે 125 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે વર્ષ 2017માં 117 શંકાસ્પદોની જ ધરપકડ થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, અફઘાનિસ્તાન-પાકિસ્તાન પ્રદેશમાંથી ઇસ્લામિક સ્ટેટનાં પ્રચારનો નવા તબક્કાને પણ સફળતાપૂર્વક ડામી દેવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ આતંકવાદી પ્રવૃત્તિઓ પર પસ્તાળ પાડવાની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આતંકની સમસ્યાનું સમાધાન કરવા એનઆઇએ ઘણી સારી કામગીરી પણ કરી રહ્યું છે. રાજ્યો/કેન્દ્રશાસિત વિસ્તારોમાં કુલ 45 એનઆઇએ સ્પેશ્યલ કોર્ટ સ્થાપિત કરવામાં આવી છે. એની સ્થાપનાથી ડિસેમ્બર, 2017 સુધી એનઆઇએમાં 183 કેસ નોંધાયા છે, જેમાંથી 135 કેસોમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. 37 કિસ્સાઓમાં કેસ ચાલુ છે, જેમાંથી 35 કેસમાં દોષિતો જાહેર થયાં છે. દુનિયામાં કોઈ પણ એજન્સી દ્રારા સૌથી વધુ દોષિત જાહેર કરવાનાં દરમાં આ સામેલ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાંથી પાકિસ્તાન ભારતની ધરતી પર આતંકવાદી પ્રવૃત્તિઓનું ષડયંત્ર કરી રહ્યું છે. શ્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સંબંધિત સ્થિતિ કથળી છે, તેમ છતાં પત્થરમારાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓ મોટી સંખ્યામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે, આતંકવાદીઓ દ્વારા નિયમિત સમયાંતરે હુમલા થાય છે અને સ્થાનિક નાગરિકોની ભરતી કરવાનાં પ્રયાસો ચાલુ છે. પાકિસ્તાન અને પાકિસ્તાનનાં કબજામાં રહેલું કાશ્મીર (પીઓકે)માંથી આતંકવાદી માળખું તાલીમ છાવણીઓ સ્વરૂપે, હુમલો કરવાનાં કેન્દ્રો તરીકે અને સંચાર નિયંત્રણ મથકો તરીકે જળવાઈ રહ્યાં છે. આતંકવાદીઓ અને ભાગલવાદી પરિબળોને નાણાકીય સહાય ચિંતાજનક બાબત છે. ભાગલવાદી પરિબળો લોકોને ઉશ્કેરવાની શક્ય તમામ સ્થિતિનો ઉપયોગ કરે છે, જેથી લોકોમાં ભારત વિરોધી લાગણીઓનો ઉશ્કેરી શકાય, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ પંજાબમાં આતંકવાદે ફરી માથું ઊંચકવાનાં પ્રયાસો અટકાવવા સુરક્ષા સંસ્થાઓને સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે, પંજાબમાં તાજેતરમાં આતંકવાદી હુમલાઓ અને તેમની સાથે સંબંધિત પ્રતિબંધિત સંસ્થાઓની કામગીરી પાકિસ્તાની સંસ્થાઓ અને પાકિસ્તાનમાં સ્થિત શીખ ઉગ્રવાદી તત્ત્વોનાં સહિયારા પ્રયાસો સૂચવે છે, જેથી પંજાબમાં ફરી આતંકવાદમાં ફેલાવી શકાય, જેમાં વિદેશમાં સ્થિત શીખ ઉગ્રવાદી/અતિવાદી સંસ્થાઓનો સક્રિય સાથસહકાર સામેલ છે, ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં સક્રિય સંસ્થાઓ. પાકિસ્તાનની સંસ્થા શીખ ઉગ્રવાદી જૂથો અને પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક સંસ્થાઓ તેમજ કાશ્મીર કેન્દ્રિત આતંકવાદી જૂથો વચ્ચે સમજૂતી પણ કરાવવા ઇચ્છે છે, જેનો ઉદ્દેશ ભારતીય હિતોને લક્ષ્યાંક બનાવી શકાય.

શ્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, આપણી આર્થિક સંસ્થાઓ અને આઇકોનિક સંસ્થાઓને જાસૂસી અને સાયબર ક્ષેત્ર મારફતે પશ્ચિમ સરહદેથી સતત લક્ષ્યાંક બનાવે છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને સતત આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે અને 01 જાન્યુઆરી, 2017થી 29 નવેમ્બર, 2018નાં સમયગાળા દરમિયાન આઇસીઆઈનાં સમર્થન સાથે 17 જાસૂસી મોડ્યુલ્સનું દેશમાં નિવારણ કરવામાં આવ્યું છે, જેનાં પરિણામે 25 જાસૂસી એજન્ટોની ધરપકડ થઈ છે, જેમાં 02 પાકિસ્તાનનાં જાસૂસો સામેલ છે. ભારતીય સેના, હવાઈ દળ, નૌકાદળ, આઇટીબીપી, ડીઆરડીઓ, બીએસએફ, સીઆરપીએફ, એમઇએ, એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તથા ભારતીય રેલવે વગેરે સહિત વિવિધ સંવેદનશીલ સંસ્થાઓને સરહાદ પારથી પીઆઇઓ દ્વારા ખોટાં/ક્રેન્ક કોલ મારફતે લક્ષ્યાંક બનાવવામાં આવી છે. તેમનો આશય સંવેદનશીલ માહિતી મેળવવાનો હતો.

શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, સરકાર સાથે સાથે પાકિસ્તાનમાંથી આતંકવાદને અટકાવવા રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખે છે. તેમણે કહ્યું હતું કે, ભારત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)નો સભ્ય દેશ છે, જે આંતરરાષ્ટ્રીય સરકારી સંસ્થા છે, જે આતંકવાદને ધિરાણ અટકાવવા, મની લોન્ડરિંગ વગેરે સાથે સંબંધિત ભલામણો સામેલ છે. ભારત દ્વારા આ પ્લેટફોર્મ પર પ્રયાસો સુનિશ્ચિત કરે છે કે, પાકિસ્તાનને ઉચિત રીતે ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશભરમાં મહત્ત્વપૂર્ણ ઇન્સ્ટોલેશનને આવરી લેવા તાલીમ અને સંવેદનશીલતા કાર્યક્રમો નિયમિતપણે હાથ ધરવામાં આવે છે, ત્યારે ટોચનાં વિજ્ઞાનીઓ અને વરિષ્ઠ મેનેજર્સમાં સંવેદનશીલતા લાવવા વ્યૂહાત્મક અને સંવેદનશીલ ઇન્સ્ટોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પરમાણુ, અંતરિક્ષ, સંરક્ષણ, વીજળી, ઓઇલ અને ગેસ વગેરે ક્ષેત્રોમાં સામેલ છે અને રાજ્યની પોલીસને આ મોરચે સાવચેત થવાની જરૂર છે.

શ્રી રાજનાથ સિંહે સાયબર સુરક્ષાને પ્રોત્સાહન આપવા સરકારી ખાનગી ભાગીદારીની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સાયબર ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ બાબત સરકારી ક્ષેત્રની બહાર રહેલી પ્રતિભાનો ઉપયોગ કરવો પડશે. આ માટે સમન્વય સ્થાપિત કરવા ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (ડીએસસીઆઈ), નાસ્કોમ જેવા ઔદ્યોગિક સંગઠનો, ચોક્કસ રાજ્યોમાં સ્થાપિત સાયબર ફોરેન્સિક લેબ્સ સાયબર અપરાધ સાથે સંકળાયેલી તપાસમાં જાગૃતિ લાવવાની અને તાલીમ કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. નેશનલ લૉ સ્કૂલ, બેંગ્લોર અને એનએએલએસએઆર યુનિવર્સિટી ઑફ લૉ, હૈદરાબાદ જેવી શૈક્ષણિક સંસ્થાઓએ સાયબર કાયદા અને સાયબર અપરાધો પર કેટલાંક જાગૃતિ અને તાલીમ કાર્યક્ર્મો હાથ ધરવા માટે પણ સંકળાયેલી છે.

દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ અધિકારીઓને વિદેશી સંસ્થાઓ સાથે તેમનાં વ્યવહારમાં સાવધાન રહેવું જોઈએ એવું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશની આર્થિક સ્થિતિનો આધાર રાષ્ટ્રીય સુરક્ષા પર છે. આ ક્ષેત્રમાં બે પાસાં મહત્ત્વપૂર્ણ બની જાય છે. પ્રથમ, રાજકીય અને વહીવટી માળખા સાથે વિવિધ વિદેશી સંસ્થાઓનાં આદાનપ્રદાનમાં અનેકગણો વધારો થયો છે. અહીં હું પોલીસ અને વહીવટી અધિકારીઓને વિદેશી પ્રતિનિધિમંડળોનાં અધિકારો સાથે આદાનપ્રદાન માટે સૂચિત નિયમોનું ઉલ્લંઘન ન કરવાની સલાહ આપું છું. આ પ્રકારનાં આદાન-પ્રદાન માટે ગૃહ મંત્રાલય કે વિદેશ મંત્રાલય મારફતે સંચાર સ્થાપિત કરવાની જરૂર છે, સિવાય કે પ્રોટોકોલ હેન્ડ બુક મુજબ મંજૂરી પ્રાપ્ત આ પ્રકારનાં સંપર્ક સાધવાની જરૂર હોય એવા કિસ્સાઓમાં.

શ્રી રાજનાથ સિંહે દેશને સુરક્ષિત અને સલામત બનાવવા સતત આતુર રહેવા બદલ સુરક્ષા સંસ્થાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે,પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ લોકોમાં આત્મવિશ્વાસની ભાવના જગાવે છે અને સુરક્ષા સંબંધિત તેમની ચિંતાને દૂર કરે છે એમાં કોઈ શક નથી. મારે એ પણ સ્વીકારવું જોઈએ કે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ મુશ્કેલ કપરાં સંજોગોમાં કામ કરે છે. હું સુરક્ષા ક્ષેત્રમાં ભારતની સફળતાનો શ્રેય એની ઇન્ટેલિજન્સ એજન્સીઓ, રાજ્યનાં પોલીસ દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને આપું છું.

કેવિડયામાં સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં આયોજિત આ કોન્ફરન્સમાં 20 થી 22 ડિસેમ્બર, 2018 સુધી રાજ્યકક્ષાનાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી કિરેન રિજિજુ અને શ્રી હંસરાજ ગંગારામ આહિર ઉપસ્થિત રહ્યાં છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસની આ કોન્ફરન્સ દરમિયાન પોલીસ વડાઓ અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓને સંબોધન પણ કરશે.

 

NP/J.Khunt/RP


(Release ID: 1556895)
Read this release in: English