PIB Headquarters
અમદાવાદમાં 18 ડિસેમ્બરનાં રોજ ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા સ્પર્ધાત્મકતાનાં કાયદા પર ત્રીજા રોડ શોનું આયોજન થયું
Posted On:
18 DEC 2018 8:30PM by PIB Ahmedabad
ભારતીય સ્પર્ધાત્મક પંચ (સીસીઆઈ)એ 18 ડિસેમ્બર, 2018નાં રોજ અમદાવાદમાં સ્પર્ધાનાં કાયદા પર ત્રીજા રોડ શોનું આયોજન કર્યું હતું, જેનો મુખ્ય વિષય સરકારી ખરીદી હતો, વેપારી સંસ્થાઓ, જૂથબંધી અને ભૂલમાં ઉદારતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. ભારત સરકારનાં કોર્પોરેટ મંત્રાલયનાં નેજાં હેઠળ થિંક ટેંક ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ) રોડ શો માટે અમલીકરણ પાર્ટનર હતી. આ રોડ શો સ્પર્ધા સાથે સંબંધિત કાયદા પર દેશભરમાં આયોજિત શ્રેણીબદ્ધ રોડ શોનો ભાગ છે અને પંચની મુખ્ય પહેલોમાંની એક પહેલ છે. આ રોડ શો ઉદ્યોગ, વેપારી સંસ્થાઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઓ, વકીલો અને સંશોધકોમાંથી વિવિધ હિતધારકોને એકમંચ પર લાવ્યો હતો, જેમાં તેમણે વિવિધ સ્પર્ધાત્મક મુદ્દાઓ પર સક્રિયપણે ચર્ચા કરી હતી, જેમાં ઉદ્યોગનાં સહભાગીઓ વચ્ચે જાગૃતિ લાવવા અને નીતિનિયમોનાં પાલન માટે ચર્ચા કરવાની જરૂર હતી.
કોન્ફરન્સનાં મુખ્ય અતિથિ ગુજરાતનાં આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઉદઘાટન સમારંભમાં જણાવ્યું હતું કે, ગુજરાત વેપારી સુવિધા અને આર્થિક વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ નીતિગત માધ્યમ તરીકે પરંપરાગત રીતે સ્પર્ધા પર નિર્ભર છે. રાજ્યમાં વેપારવાણિજ્યનો પ્રસાર સ્પર્ધાત્મક પરિબળો તરીકે શક્ય બન્યો છે, જે ઉદ્યોગને સ્પર્ધાત્મક બનાવે છે. ગુજરાત રાજ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા હાંસલ કરવા શક્ય બન્યું છે, જે ગુજરાતમાં વેપાર-વાણિજ્ય વચ્ચે વધારે સ્પર્ધા વિના શક્ય નહોતી. તેમણે જણાવ્યું હતું કે, ફક્ત 5 ટકા વર્કફોર્સ સાથે ગુજરાત દેશની કુલ નિકાસમાં 22 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતને “આંતરરાષ્ટ્રીય ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવા સ્પર્ધાને અપનાવી” છે. સરકાર તાલુકા સ્તર સુધી જીઆઇડીસી ઓફિસોનાં વિસ્તૃત નેટવર્ક મારફતે પ્રગતિનાં પંથે એસએમઇ સેક્ટરને સપોર્ટ પણ કરે છે. મજબૂત એસએમઇ ક્ષેત્ર ગુજરાતમાં રોજગારી અને આર્થિક વૃદ્ધિમાં પ્રદાન કરવાની સાથે સ્પર્ધાને વધારે જીવંત અને વિસ્તૃત આધારભૂત બનાવે છે. તેમણે અમદાવાદમાં રોડ શોનાં આયોજન બદલ સીસીઆઈને અભિનંદન આપ્યાં હતાં.
સહભાગીઓને સંબોધતા ગુજરાતનાં મુખ્ય સચિવ ડૉ. જે એન સિંહે સ્પર્ધાત્મકતાનાં કાયદા વિશે જાગૃતિ લાવવાનાં પ્રોત્સાહન માટે પહોંચવાની પહેલ સ્વરૂપે સીસીઆઈની પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નીતિગત રચનામાં જવાબદાર સરકારી અધિકારીઓને સરકારી ખરીદી અને સ્પર્ધાત્મક કાયદા પર ચર્ચાવિચારણાથી લાભ થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યનાં અર્થતંત્રનો આધાર વેપાર-વાણિજ્ય અને ઉદ્યોગ છે, જેનાથી સ્પર્ધાત્મક કાયદાનાં યોગ્ય પાસાં તરીકે પુષ્કળ લાભ થયો છે.
આ વિષયનાં સંબંધમાં સીસીઆઈનાં ચેરમેન શ્રી અશોક કુમાર ગુપ્તાએ ઉલ્લેખ કર્યો હતો કે, પંચે દેશમાં બિનસ્પર્ધાત્મક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવાની જવાબદારી ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, કાયદો અને પંચ, ઉપભોક્તા અને વેપાર એમ બંનેને અનુકૂળ છે. પોતાનાં સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, પંચ વેપાર-વાણિજ્યમાં સરળતા કરવા માટે અવરોધરૂપ બનવાનો આશય ધરાવતી નથી કે વ્યાવસાયિકો બિનજરૂરી રીતે દંડ કરવાનો ઇરાદો ધરાવતી નથી, પણ બિનસ્પર્ધાત્મક વર્તણૂકનું નિયમન કરવાનો જ આશય ધરાવે છે. આ ઉદ્દેશ પાર પાડવા માટે પંચ એની અમલીકરણ કામગીરી અને હિમાયતની કામગીરી વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે, જે બંને વેપાર-વાણિજ્યનાં આધારસ્તંભો છે, જેનાં પર આ કાયદાઓ નિર્ભર છે. તેમનાં જણાવ્યા મુજબ, સમર્થન એક સતત પ્રક્રિયા છે, જે માટે નિયમનકારો અને નિયમનકર્તા દ્વારા પ્રયાસોનાં સમન્વયની જરૂર છે. ચેરમેને ભારપૂર્વક જણાવ્યું હતું કે, બજાર નિયમનકાર તરીકે અમે અનેબલર તરીકે અમારી ભૂમિકાની પ્રશંસા કરીએ છીએ, કારણ કે અમે સંસ્થાને અમલીકરણ કર્તા તરીકે જોઈએ છીએ. તેમણે ભારત અને રાજ્ય સ્તરે સરકારી ખરીદીની વ્યવસ્થામાં સ્પર્ધાત્મકતા ઊભી કરવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. મુક્ત, નિષ્પક્ષ અને અસરકારક ખરીદી ડિલિવરી, નિઃશુલ્ક સંસાધનો અને વધારાનાં પુરવઠાની ઉપલબ્ધતાથી ખર્ચમાં ઘટાડો થવાની સંભવિતતા ધરાવે છે, જે સરકારી એકમોને વધારે સ્પર્ધાત્મક બનાવે છે અને સરકારી ક્ષેત્રને વિકાસ કરવાની સુવિધા આપે છે.
ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પ્રેસિડન્ટ ડો. જયમિન આર વસાએ આભાર વ્યક્ત કર્યો હતો અને અમદાવાદમાં રોડ શો યોજવા બદલ પંચનો આભાર માન્યો હતો. તેમણે ઉદ્યોગમાં પ્રવર્તમાન જૂથબંધીની સમસ્યાઓને સ્પર્શી હતી, જેનાથી ઉપભોક્તાઓ પર ઊંચી કિંમતો અને ઉદ્યોગ માટે સ્પર્ધાત્મકતાનાં નુકસાન સ્વરૂપે ભારણ આવ્યું છે. આઇઆઇસીએમાંથી ડો. નવીનતી શર્માએ અગાઉ સહભાગીઓને પ્રારંભિક સત્રમાં આવકાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, આઇઆઇસીએની મદદ સાથે સીસીઆઈ આ પહેલની મુખ્ય સમર્થક છે.
રોડ શોમાં ચર્ચાવિચારણા બે ઓપન હાઉસમાં યોજાયેલા સત્રોમાં વિભાજીત હતી. પ્રથમ સત્ર જાહેર ખરીદી પર સ્પર્ધાત્મકતા લાવવા પર કેન્દ્રિત હતી અને એનાં અધ્યક્ષ ગુજરાત સરકારનાં ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રી એ એમ તિવારીએ કર્યું હતું. બીજું સત્ર વેપારી સંગઠનો, જૂથબંધી અને ઉદારતા પર કેન્દ્રિત હતી તથા એનાં અધ્યક્ષપદે સીસીઆઈનાં સભ્ય શ્રી ઓગસ્ટાઇન પીટર હતાં. ઓપન હાઉસ સત્રો પછી વાઇબ્રન્ટ ગુજરાત પર એક સત્ર યોજાયું હતું. સહભાગીઓ વચ્ચે એડવોકેસી બુકલેટ વહેંચવામાં આવી હતી. આ દરેક સત્રમાં દર્શકો સ્વરૂપે વિસ્તૃત ચર્ચાવિચારણા અને સક્રિય ભાગીદારી જોવા મળી હતી.
આ રોડ શોમાં કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, સરકારી ઉદ્યોગસાહસો, ઉદ્યોગ, કાયદાકીય અને નાણાકીય વ્યાવસાયિકો, કોર્પોરેટ વકીલો, શિક્ષાવિદો તથા અન્ય પ્રસ્તુત હિતધારકોમંથી વરિષ્ઠ નીતિનિર્માણ દ્વારા હાજરી આપવામાં આવી હતી.
સીસીઆઈ અને આઇઆઇસીએ વિશે:
ભારતીય સ્પર્ધાત્મક પંચ (સીસીઆઈ)ની સ્થાપના વર્ષ 2003માં કંપની ધારા, 2002માં થઈ હતી, જેનો ઉદ્દેશ સ્પર્ધા પર નકારાત્મક અસર કરતી કામગીરીને અટકાવવાનો તથા બજારમાં સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો અને એને જાળવવાનો, ઉપભોક્તાઓનાં હિતોનું રક્ષણ કરવાનો અને ભારતમં બજારમાં વેપારમાં સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાનો છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ) કોર્પોરેટ અફેર્સ મંત્રાલયનાં નેજાં હેઠળ કોર્પોરેટ કામગીરી પર અસર કરતી વિવિધ સમસ્યાઓનું સંપૂર્ણ નિરાકરણ લાવવા માટે તથા સરકાર, નિયમનકારો, વ્યાવસાયિકો અને જાહેર જનતામાંથી વિવિધ હિતધારકો સાથે સંબંધિત ક્ષમતા નિર્માણ માટે થિંક ટેંક છે.
NP/RP
(Release ID: 1556570)
Visitor Counter : 338