PIB Headquarters

જિલ્લા સ્તરીય “ફિલાટેલી” – એમપેક્ષ 2018નું સમાપન

Posted On: 14 DEC 2018 5:33PM by PIB Ahmedabad

અમદાવાદ, 14 ડિસેમ્બર, 2018

 

જિલ્લા સ્તરીય “ફિલાટેલી” – એમપેક્ષ 2018 નો સમાપન સમારોહ આજરોજ નગરજનોની બહોળી ઉપસ્થિતિમાં રવિશંકર રાવળ ભવન ખાતે સંપન થયો. સવારે પ્રથમ ચરણમાં બાળકો માટે પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, શહેરની શાળામાંથી આવેલ બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સમારોહમાં NID ના પ્રોફેસર શ્રી શશાંક મેહતા, ફિલટેલિસ્ટ શ્રી મૈનાક કથીરિયા, શ્રી પ્રફુલ્લ ઠક્કર, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગૌતમ ભટ્ટાચાર્ય, શ્રી આર પી ગુપ્તા, પીએમજી અમદાવાદ, શ્રી સુનિલ શર્મા, ડીપીએસ, અમદાવાદ, તથા ખાતાના વિભિન્ન પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમાપન સમારોહમાં બે દિવસ દરમ્યાન યોજાયેલી અલગ અલગ સ્પર્ધાઑના વિજેતાઓને સમ્માનિત કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ નાગરિકો માટે આયોજિત ચિત્ર સ્પર્ધામાં પણ નગરજનો તરફથી બહોળી સંખ્યામાં પ્રતિસાદ સાંપડ્યો હતો. આજ રોજ અમદાવાદની વિવિધ સ્કૂલોમાંથી આશરે 1430 જેટલા બાળકોની હાજરી નોંધાઇ હતી.

અંતમાં શ્રી બી બી પ્રજાપતિ, પ્રવર અધિક્ષક, અમદાવાદ શહેરી પોસ્ટલ વિભાગ દ્વારા સમાપન સમારોહની આભાર વિધિ કરવામાં આવી હતી, જેમાં રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદ ફિલટેલિસ્ટ અસોસિએશન, તમામ ઉપસ્થિત પ્રેક્ષકો, પ્રિન્ટ અને પ્રેસ મીડિયા, અને સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો.

 

NP/J.Khunt/GP                    


(Release ID: 1555976) Visitor Counter : 217