PIB Headquarters
ભારતમાં સ્પર્ધા સંસ્કૃતિનું નિર્માણ
સ્પર્ધાના કાયદા અંગેના ત્રીજા રોડ શોનું કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા મંગળવારે હોટલ કોર્ટયાર્ડ મેરિયોટ્ટ અમદાવાદ ખાતે આયોજન કરાશે
Posted On:
14 DEC 2018 5:29PM by PIB Ahmedabad
અમદાવાદ, 14 ડિસેમ્બર, 2018
કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા સ્પર્ધાના કાયદા અંગે ત્રીજા રોડ શોનું તા.18 ડિસેમ્બર, 2018ના રોજ હોટલ કોર્ટ યાર્ડ મેરિયોટ્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભનો ઉદ્દેશ સ્પર્ધાના પ્રચારને વેગ આપવાનો અને ગુજરાત રાજ્યમાં મહત્વના લાભાર્થીઓ સુધી પહોંચવાનો છે. આ રોડ શોનું આયોજન કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત થીંક ટેન્ક, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ કોર્પોરેટ અફેર્સ (આઈઆઈસીએ) ના સહયોગથી કરવામાં આવ્યું છે. કોમ્પિટીશનના કાયદા અંગેના વિવિધ રોડ શોનું આયોજન સીસીઆઈ દ્વારા વિવિધ સ્થળોએ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ સ્પર્ધાના પ્રચાર અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ સુધી નવા અને બહેતર માર્ગો વડે પહોંચવાનો છે.
આ રોડ શોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના નીતિ નિર્માતાઓ, જાહેર ક્ષેત્રના એકમોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ, કાનૂની અને નાણાં ક્ષેત્રના વ્યવસાયીઓ, કોર્પોરેટ વકીલો, શિક્ષણવિદો અને અન્ય સુસંગત ભાગીદારો સામેલ થાય તેવી શક્યતા છે. એક દિવસના આ કાર્યક્રમનો ઉદ્દેશ જાહેર ખરીદી, ટ્રેડ એસોસિએશન્સ, કાર્ટેલ્સ અને લીનિઅન્સિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
અમદાવાદમાં તા.18 ડિસેમ્બરના રોજ યોજાનારા આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી હાજરી આપશે. જે અન્ય મહાનુભવો આ સમારંભમાં હાજરી આપવાના છે તેમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘ, કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાના ચેરપર્સન- શ્રી અશોક કુમાર ગુપ્તા અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ- ડો. જયમીન આર. વસાનો સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે યોજાનારા રોડ શોમાં ઓપન હાઉસની બે બેઠકો રાખવામાં આવી છે. પ્રથમ બેઠકમાં જાહેર ખરીદીમાં સ્પર્ધા દાખલ કરવાના વિષય પર ચર્ચા થશે અને તેનું અધ્યક્ષ સ્થાન શ્રી એ.એમ તિવારી -ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંભાળશે અને કાર્ટેલ્સ તથા લીનિઅન્સિ અંગેની બેઠકનું અધ્યક્ષ સ્થાન સીસીઆઈના સભ્ય શ્રી અગસ્ટાઈન પીટર સંભાળશે. ઓપન હાઉસ તરીકેની બેઠકો પછી વાયબ્રન્ટ ગુજરાત અંગેની બેઠક યોજાશે. સીસીઆઈ સ્પર્ધા અંગેની પ્રચાર પુસ્તિકાઓ, વિડિયો અને એનિમેનેટેડ ફિલ્મ પ્રદર્શિત કરશે, જેમાં કોમ્પિટીશનના કાયદાના વિવિધ પાસા અને વિવિધ લાભાર્થીઓ માટે તેની જરૂરિયાતના પાસાંઓને આવરી લેવામાં આવશે.
આ સમારંભ કોમ્પિટીશન કમિશન દ્વારા વિવિધ સ્થળે યોજવામાં આવતા વિવિધ રોડ શોની સિરીઝમાં આ ત્રીજો રોડ શો છે.
કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા તેના રોડ શો મારફતે સ્પર્ધાની સંસ્કૃતિના નિર્માણ માટે જરૂરી લાભાર્થીઓના વિવિધ જૂથોને માહિતગાર કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રથમ રોડ શોનું આયોજન મુંબઈ ખાતે તા. 15 ઓક્ટોબર, 2018ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં કાર્ટેલ્સ અને મર્જર્સ વિષયે ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. બીજો રોડ શો દિલ્હીમાં તા. 5 નવેમ્બર, 2018ના રોજ યોજવામાં આવ્યો હતો, જેમાં જાહેર ખરીદી, બીડ રીગીંગ, કાર્ટલ્સ અને લીનિઅન્સિ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને રોડ શોમાં સરકારી પ્રતિનિધિઓ, વેપાર અને ઉદ્યોગ તથા વ્યવસાયિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સીસીઆઈ અંગેઃ
કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાની સ્થાપના વર્ષ 2003માં કોમ્પિટીશનના કાયદા -2002 હેઠળ સ્પર્ધાને વિપરીત અસર કરતી પ્રણાલિઓને રોકવાના ઉદ્દેશથી અને બજારમાં સ્પર્ધા ટકાવી રાખવા, ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને ભારતમાં બજારોમાં વ્યાપાર સ્વાતંત્ર્યની સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. કોમ્પિટીશન એક્ટ 2002ની કલમ 49 હેઠળ સીસીઆઈ સ્પર્ધા અંગેની બાબતોનો વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રચાર કરવાનો નિર્દેશ ધરાવે છે.
NP/J.Khunt/GP
(Release ID: 1555974)
Visitor Counter : 474