PIB Headquarters
શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા દત્તોપંત ઠેંગડી રાષ્ટ્રીય કામદાર શિક્ષણ અને વિકાસ બોર્ડના અધ્યક્ષ પદે શ્રી હિરન્યમય જે. પંડ્યા
Posted On:
10 OCT 2018 5:52PM by PIB Ahmedabad
અમદાવાદ 10-10-2018
તાજેતરમાં શ્રી હિરન્યમય જે. પંડ્યા, પ્રદેશ અધ્યક્ષ, ભારતીય મજદૂર સંઘ ગુજરાત રાજ્યને દત્તોપંત ઠેંગડી રાષ્ટ્રીય કામદાર પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓએ આ પહેલા બોર્ડના સંચાલક મંડળના સભ્ય તથા બોર્ડના વાઈસ ચેરમેન તરીકે પણ ફરજ બજાવેલ છે. તેઓ અસંગઠિત, સંગઠિત અને ગ્રામિણ ક્ષેત્રનાં કામદારો સાથે કાર્યરત છે. શ્રી હિરન્યમય જે. પંડ્યાના નેતૃત્વમાં બોર્ડને નવી દિશા અને ઉંચાઈઓ પ્રાપ્ત થશે તેવો દ્રઢ સંકલ્પ તેઓએ કરેલ છે. ગુજરાતમાંથી આ પહેલા ત્રણ અધ્યક્ષ આ બોર્ડ માટે નિયુક્ત થયા હતા. શ્રી હિરન્યમય જે. પંડ્યાને આ બોર્ડના ગુજરાતમાંથી ચોથા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભારત સરકાર દ્વારા શ્રમિકોની તાલીમ માટેનું સૌથી મોટું નેટવર્ક ધરાવતા શ્રમિક શિક્ષા બોર્ડના અધ્યક્ષ તરીકેનું બહુમાન મળતા ગુજરાતના શ્રમિક આલમમાં તેમજ યુનિયન અને સંઘ સાથે જોડાયેલા તમામ લોકોમાં એક પ્રભાવશાળી વ્યક્તિને આ બહુમાન મળતા ખૂબ જ આનંદ અને ખુશીનો માહોલ છવાયેલો છે.
દત્તોપંત ઠેંગડી રાષ્ટ્રીય કામદાર શિક્ષણ અને વિકાસ બોર્ડ, અમદાવાદના પ્રાદેશિક નિયામક શ્રી સંતોષકુમાર સિંહની યાદી જણાવે છે કે શ્રી હિરન્યમય જે. પંડ્યા સાહેબે 14-09-2018ના રોજ અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળતા અમદાવાદ ઉપરાંત દેશના સમગ્ર બોર્ડના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેઓને શુભેચ્છા પાઠવે છે અને બોર્ડ પ્રગતિશીલ બને તેમજ નવી દિશા અને ઉંચાઈઓ પ્રાપ્ત કરે તેવી અપેક્ષા રાખે છે.
NP/J.Khunt/GP
(Release ID: 1549271)
Visitor Counter : 363