PIB Headquarters

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલત

Posted On: 04 SEP 2018 4:01PM by PIB Ahmedabad

અમદાવાદ, 04 સપ્ટેમ્બર, 2018

 

પેન્શન ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), “સ્પીડ પોસ્ટ ભવન”, શાહીબાગ, અમદાવાદ-380004ની કચેરી ખાતે તારીખ 18-09-2018 (મંગળવાર) ના રોજ 11.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ફક્ત અમદાવાદ રીજનલ ઓફિસને લગતી પોસ્ટલ પેન્શનના અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

પેન્શનને લગતી અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રી કાળુ રામ હિંગર, વરિષ્ઠ લેખાધિકારી, લેખા અને પેન્શન સેકશન, પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004 ને મોડામાં મોડી  તારીખ 07-09-2018 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવિષ્ટ ના હોવો જોઈએ.

એમ પોસ્ટ માસ્ટર જનરલ, મુખ્યાલય ક્ષેત્ર, સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004 દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

NP/J.Khunt/GP                                                                                                                                                                                                                 


(Release ID: 1544874) Visitor Counter : 198


Read this release in: English